બિહારના પ્રવાસ દરમ્યાન શુક્રવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બિહારના પ્રતિભાશાળી ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને મળ્યા હતા. IPL 2025માં રાજસ્થાન રૉયલ્સ માટે પાંત્રીસ બૉલમાં સેન્ચુરી ફટકારીને ૧૪ વર્ષના વૈભવે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બિહારના વૈભવ સૂર્યવંશીને મળ્યા
બિહારના પ્રવાસ દરમ્યાન શુક્રવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી બિહારના પ્રતિભાશાળી ક્રિકેટર વૈભવ સૂર્યવંશીને મળ્યા હતા. IPL 2025માં રાજસ્થાન રૉયલ્સ માટે પાંત્રીસ બૉલમાં સેન્ચુરી ફટકારીને ૧૪ વર્ષના વૈભવે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. પટના ઍરપોર્ટ પર વૈભવ અને તેનાં મમ્મી-પપ્પા સાથે થયેલી મુલાકાતના ફોટો શૅર કરીને વડા પ્રધાને ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. IPL 2025 દરમ્યાન મહેન્દ્ર સિંહ ધોની જેવા સિનિયર ક્રિકેટર્સને પગે લાગનાર વૈભવે દેશના વડા પ્રધાન મોદી સામે પણ નમીને આદર વ્યક્ત કર્યો હતો.


