સ્ટીવ સ્મિથ અથવા ટ્રૅવિસ હેડ બનશે કૅપ્ટન
પૅટ કમિન્સ, સ્ટીવ સ્મિથ અને ટ્રૅવિસ હેડ
૯ ફેબ્રુઆરીથી શરૂ થતી વન-ડે ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સ મોટા ભાગે નહીં રમી શકે એવો અણસાર ટીમના કોચ અૅન્ડ્રયુ મૅકડોનલ્ડે આપ્યો છે. કમિન્સના સ્થાને ટીમનું નેતૃત્વ સ્ટીવ સ્મિથ અથવા ટ્રૅવિસ હેડ કરશે એવું પણ મૅકડોનલ્ડે જાહેર કર્યું છે. કમિન્સ ઍન્કલની ઈજાથી પીડાઈ રહ્યો છે જે બૉર્ડર ગાવસકર ટ્રોફીથી વધુ વકરી હતી. કમિન્સ આ ઈજાને કારણે અને તે બીજા સંતાનનો પિતા બન્યો એને કારણે પણ શ્રીલંકામાં ટેસ્ટ-સિરીઝ રમવા નહોતો ગયો.


