આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ટીમ સિરીઝમાં એક-એક મૅચ જ હારી છે, જ્યારે UAEની ટીમ એક પણ મૅચ જીતી શકી નથી
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે ત્રિકોણીય T20 સિરીઝની ફાઇનલ મૅચ
યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં આયોજિત T20 એશિયા કપ 2025 પહેલાં UAE, પાકિસ્તાન અને અફઘાનિસ્તાને ત્રિકોણીય સિરીઝની મદદથી પોતાની તૈયારી ચકાસી હતી. ૨૯ ઑગસ્ટથી શરૂ થયેલી આ સિરીઝમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ટૉપ-ટૂ ટીમ હોવાથી તેઓ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં ૭ સપ્ટેમ્બરે ફાઇનલમાં ટકરાશે.
આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની ટીમ સિરીઝમાં એક-એક મૅચ જ હારી છે, જ્યારે UAEની ટીમ એક પણ મૅચ જીતી શકી નથી. બન્ને ફાઇનલિસ્ટ ટીમો વચ્ચે હમણાં સુધી ૯ T20 મૅચ રમાઈ છે જેમાંથી પાકિસ્તાન પાંચ અને અફઘાનિસ્તાન ૪ મૅચ જીત્યું છે. અફઘાની કૅપ્ટન રાશિદ ખાન આ રેકૉર્ડને બરાબર કરવાનો ટાર્ગેટ રાખશે, જ્યારે પાકિસ્તાની કૅપ્ટન સલમાન અલી આગા ટુર્નામેન્ટ પહેલાં ટીમનો આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કરશે.


