ગઈ કાલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ત્રિકોણીય વન-ડે સિરીઝની ઓપનિંગ મૅચ માટે લાહોરના અપગ્રેડ થયેલા ગદ્દાફી સ્ટેડિયમનો ઉદ્ઘાટન-સમારોહ યોજ્યો હતો
આતશબાજીથી ઝગમગી ઊઠ્યું લાહોરનું સ્ટેડિયમ. પાકિસ્તાની પ્લેયર્સે નવા સ્ટેડિયમમાં ચૅમ્પિયન્સ ટ્રોફીની જર્સી પણ લૉન્ચ કરી.
ચૅમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાનના લાહોર, કરાચી અને રાવલપિંડીના સ્ટેડિયમને અપગ્રેડ કરવાની કામગીરી છેલ્લા ચાર-પાંચ મહિનાથી ચાલી રહી હતી. ગઈ કાલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ત્રિકોણીય વન-ડે સિરીઝની ઓપનિંગ મૅચ માટે લાહોરના અપગ્રેડ થયેલા ગદ્દાફી સ્ટેડિયમનો ઉદ્ઘાટન-સમારોહ યોજ્યો હતો. વડા પ્રધાન શેહબાઝ શરીફે ૩૫,૦૦૦ દર્શકોની ક્ષમતા ધરાવતા આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. દેશના પ્રખ્યાત સિંગરના પર્ફોર્મન્સ સાથે આ સમારોહમાં પાકિસ્તાનની ચૅમ્પિયન્સ ટ્રોફી માટેની વન-ડે ફૉર્મેટની નવી જર્સી પણ પાકિસ્તાની પ્લેયર્સે લૉન્ચ કરી હતી. ચાર મહિનાની અંદર આ સ્ટેડિયમ તૈયાર કરવા બદલ PCBના અધ્યક્ષ મોહસીન નકવીએ ગઈ કાલે સાંજે સ્ટેડિયમના તમામ કામદારો માટે ભોજન-સમારંભનું આયોજન કર્યું હતું.

