પાકિસ્તાન સુપર લીગ (PSL)માં હાલમાં કરાચી કિંગ્સની ટીમે મૅચના બેસ્ટ પ્લેયરને હેરડ્રાયર અને ટ્રિમર જેવી ગિફ્ટ આપતાં ભારે ટીકા થઈ હતી, પરંતુ લાહોર કલંદર્સે પોતાના કૅપ્ટન શાહીન શાહ આફ્રિદીને એક સ્પેશ્યલ ગિફ્ટ આપીને સૌને ચોંકાવી દીધા હતા.
શાહીન શાહ આફ્રિદીને કસ્ટમાઇઝ્ડ ૨૪ કૅરૅટ ગોલ્ડ-પ્લેટેડ આઇફોન 16-પ્રો ગિફ્ટ
પાકિસ્તાન સુપર લીગ (PSL)માં હાલમાં કરાચી કિંગ્સની ટીમે મૅચના બેસ્ટ પ્લેયરને હેરડ્રાયર અને ટ્રિમર જેવી ગિફ્ટ આપતાં ભારે ટીકા થઈ હતી, પરંતુ લાહોર કલંદર્સે પોતાના કૅપ્ટન શાહીન શાહ આફ્રિદીને એક સ્પેશ્યલ ગિફ્ટ આપીને સૌને ચોંકાવી દીધા હતા. ટીમ મૅનેજમેન્ટે પ્લેયર્સ અને સપોર્ટ-સ્ટાફને ઈસ્ટર તહેવારના અવસર પર ગિફ્ટ આપી હતી, જેમાં તેમણે પાકિસ્તાની ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીને કસ્ટમાઇઝ્ડ ૨૪ કૅરૅટ ગોલ્ડ-પ્લેટેડ આઇફોન 16-પ્રો ગિફ્ટ કર્યો હતો. આ ગિફ્ટ જોઈને વિદેશી પ્લેયર્સ પણ ચોંકી ગયા હતા.

