° °

આજનું ઇ-પેપર
Tuesday, 03 August, 2021


ઑલિમ્પિયન બની ગયા પોસ્ટમૅન

21 November, 2012 06:31 AM IST |

ઑલિમ્પિયન બની ગયા પોસ્ટમૅન

ઑલિમ્પિયન બની ગયા પોસ્ટમૅનલંડન: ઇંગ્લૅન્ડ વતી ૧૯૮૪થી ૨૦૦૦ની સાલ સુધીમાં સતત પાંચ ઑલિમ્પિક્સમાં ભાગ લઈ ચૂકેલા પંચાવન વર્ષની ઉંમરના ઍથ્લીટ હવે ટપાલી બની ગયા છે. તેઓ પરિવારનું ગુજરાન ચલાવવા આ નોકરી કરે છે. જોકે તેમને આ કામ કરવામાં ખૂબ આનંદ પણ આવે છે.

પશ્ચિમના દેશોના ફાસ્ટેસ્ટ પૉસ્ટમૅન તરીકે ઓળખાતા ક્રિસ મૅડૉક્સ નામના આ ઍથ્લીટે સૌથી પહેલાં ૧૯૮૪ની લૉસ ઍન્જલસ ઑલિમ્પિક્સની ચાલવાની હરીફાઈમાં ભાગ લીધો હતો. ત્યાર પછી ૧૯૮૮, ૧૯૯૨, ૧૯૯૬ અને ૨૦૦૦ ઑલિમ્પિક્સમાં પણ તેમણે ઇંગ્લૅન્ડનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

મૅડૉક્સ પાંચ ઑલિમ્પિક્સમાં ભાગ લેનાર એકમાત્ર બ્રિટિશ ઍથ્લીટ છે. તેઓ થોડા મહિનાઓથી ટિવર્ટન શહેરમાં રૉયલ મેઇલ નામની એજન્સીમાં નોકરી કરે છે. ૧૦ કિલોમીટર, ૫૦ કિલોમીટર અને ન્યુ યૉર્ક મૅરથૉનમાં બ્રિટિશ રેકૉર્ડ ધરાવતા આ ઑલિમ્પિયન હજી પણ ઇંગ્લૅન્ડના ફાસ્ટેસ્ટ વૉકર તરીકે જાણીતા છે. રૉયલે મેઇલ એજન્સીના તેમના સાથીકાર્યકરોને તેમની સિદ્ધિઓની વાતો હજી પણ માનવામાં નથી આવતી. વિશ્વની સૌથી મોટી સ્પોર્ટ્સસ્પર્ધામાં પાંચ વખત ભાગ લઈ ચૂકેલી વ્યક્તિ ટિવર્ટન શહેરની સોસાયટીઓમાં ટપાલ વહેંચતી ફરે એ તેમના સાથીઓ તો શું દેશના અનેક લોકો માટે આર્યની વાત છે.

મૅડૉક્સે ૨૦૦૨ની સાલમાં ચાલવાની હરીફાઈમાં ભાગ લેવાનું બંધ કર્યું હતું. ત્યાર પછી તેઓ સ્પોર્ટ્સ જર્નલિસ્ટ બન્યા હતા અને એક ચૅનલ માટે પણ કામ કર્યું હતું.

સામાન્ય વ્યક્તિ કલાકના પાંચ કિલોમીટરની ઝડપે ચાલતી હોય છે. જોકે મૅડૉક્સે ઑલિમ્પિક્સમાં ૧૦ કિલોમીટરની હરીફાઈ જેટલા સમયમાં પૂરી કરી હતી એના પરથી તેમની ઝડપ કલાકે ૧૫ કિલોમીટર જેટલી છે. તેમણે ઑલિમ્પિક્સમાં ૧૦ કિલોમીટરની સ્પર્ધા ૪૦ મિનિટ ૧૭ સેકન્ડમાં પૂરી કરી હતી.


21 November, 2012 06:31 AM IST |

અન્ય લેખો

ક્રિકેટ

માનસિક સ્વાસ્થ્ય જાળવવા સ્ટોક્સે લીધો ક્રિકેટમાંથી બ્રેક

ભારત સામેની ટેસ્ટ સિરીઝ ઉપરાંત કદાચ ટી૨૦ વર્લ્ડ કપ અને આઇપીએલમાં પણ નહીં રમે.

01 August, 2021 04:40 IST | mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ગુણાથિલકા , ડિકવેલા અને મેન્ડિસ પર એક વર્ષનો બૅન

ઇંગ્લૅન્ડની ટૂર દરમ્યાન કોવિડ-19ના પ્રોટોકોલના ઉલ્લઘંન બદલ આ પ્રતિબંધ ઉપરાંત માટે એક કરોડ શ્રીલંકન રૂપિયાનો દંડ પણ ફટકારાયો.

01 August, 2021 04:35 IST | mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ત્રણ ‘પૉઝિટિવ’ પ્લેયરો વિના ટીમ ઇન્ડિયા પાછી આવી

ચહલ અને ગૌતમ અગાઉ જ આઠ આઇસોલેટેડ ખેલાડીઓમાં હતા.

31 July, 2021 08:58 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK