ઇંગ્લૅન્ડ સામેની સેમી ફાઇનલના માત્ર ૧૪ રનના પર્ફોર્મન્સને લીધે ૮૬૯થી ઘટીને ૮૫૯ થઈ ગયા છે

સૂર્યકુમાર યાદવ ફાઇલ તસવીર
સૂર્યકુમાર પૉઇન્ટ ઘટવા છતાં હજીયે નંબર-વન
આઇસીસીના મેન્સ ટી૨૦ના બૅટર્સના લિસ્ટમાં સૂર્યકુમાર યાદવના રેટિંગ પૉઇન્ટ ઇંગ્લૅન્ડ સામેની સેમી ફાઇનલના માત્ર ૧૪ રનના પર્ફોર્મન્સને લીધે ૮૬૯થી ઘટીને ૮૫૯ થઈ ગયા છે, પરંતુ આ ઘટાડા છતાં હજીયે નંબર-વન બૅટર છે અને બીજા નંબરનો મોહમ્મદ રિઝવાન (૮૩૬) તથા ત્રીજા નંબરનો બાબર આઝમ (૭૭૮) તેનાથી હજી ઘણો દૂર છે. ૩૨ વર્ષના સૂર્યકુમારે વર્લ્ડ કપમાં થર્ડ-બેસ્ટ કુલ ૨૩૯ રન બનાવ્યા હતા અને તેનો સ્ટ્રાઇક-રેટ ૧૮૯.૬૮ હતો જે તમામ બૅટર્સમાં સર્વશ્રેષ્ઠ હતો.
વસીમ અકરમ સાથે સરખાવીને અર્શદીપ પર પ્રેશર ન લાવો : જૉન્ટી
સાઉથ આફ્રિકાના ફીલ્ડિંગ-લેજન્ડ જૉન્ટી રહોડ્સનું એવું માનવું છે કે ૨૩ વર્ષના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહમાં ક્રિકેટર તરીકે ઘણી મૅચ્યૉરિટી આવી છે અને તેનામાં પર્ફોર્મન્સ સુધારવા માટે ઘણી ક્ષમતા છે, પરંતુ તેને જો મહાન ફાસ્ટ બોલર વસીમ અકરમ સાથે સરખાવશો તો તેના પર બહુ માનસિક દબાણ આવી પડશે. અર્શદીપે બુમરાહની જેમ જ ઝડપથી પર્ફોર્મન્સમાં સુધારો કરી લીધો છે, પરંતુ સ્વિંગના સુલતાન અકરમ સાથે તેને સરખાવી જ ન શકાય.’
ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં ભારતીય મહિલા ટીમનો સાઉથ આફ્રિકા પ્રવાસ
આગામી જાન્યુઆરીમાં પહેલી જ વાર વિમેન્સ અન્ડર-૧૯ ટી૨૦ વર્લ્ડ કપ રમાશે અને એ પહેલાં ભારતીય મહિલા અન્ડર-૧૯ ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે જશે. વિશ્વકપ સાઉથ આફ્રિકામાં જ રમાવાનો છે, પરંતુ ભારતીય ટીમ એ પહેલાં ૨૭ ડિસેમ્બરથી સાઉથ આફ્રિકામાં જ પાંચ મૅચની ટી૨૦ સિરીઝ રમશે જેની છેલ્લી મૅચ ૪ જાન્યુઆરીએ રમાશે.
ઇંગ્લૅન્ડ-ઑસ્ટ્રેલિયાની આજે પ્રથમ વન-ડે
ટી૨૦ના ચૅમ્પિયન ઇંગ્લૅન્ડની આજે ઑસ્ટ્રેલિયા સામે પ્રથમ વન-ડે (ભારતીય સમય મુજબ સવારે ૮.૫૦ વાગ્યાથી) છે. જૉસ બટલરના સુકાનમાં આ ટીમનો વન-ડેના પણ કૅપ્ટન બનેલા પૅટ કમિન્સના નેતૃત્વમાં રમનારી ઑસ્ટ્રેલિયન ટીમ સાથે મુકાબલો થશે. બન્ને ટીમમાં તાજેતરના ટી૨૦ વર્લ્ડ કપમાં રમી ચૂકેલા અમુક ખેલાડીઓનો સમાવેશ છે. સિરીઝ ત્રણ વન-ડેની છે.