કિવી અને કૅરિબિયનોની ચોથી T20 મૅચ વરસાદને કારણે રદ
ભીની આઉટફીલ્ડને સૂકવવા માટે ગ્રાઉન્ડ સ્ટાફે ટર્બાઇન બ્લોઅરનો ઉપયોગ કર્યો હતો
ન્યુ ઝીલૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ચોથી T20 મૅચ વરસાદના વિઘ્નને કારણે રદ થઈ હતી. પાંચ મૅચની સિરીઝની અંતિમ મૅચ ગુરુવારે રમાશે. યજમાન ટીમ ન્યુ ઝીલૅન્ડ ૨-૧થી આગળ છે. પહેલી ત્રણેય મૅચનાં રિઝલ્ટ દસથી ઓછા રનમાં મળ્યાં હોવાથી સિરીઝ રોમાંચક બની હતી.

ADVERTISEMENT
મૅચમાં ન્યુ ઝીલૅન્ડે ટૉસ જીતીને પહેલાં ફીલ્ડિંગ પસંદ કરી હતી. વરસાદ આવે એ પહેલાં માત્ર ૬.૩ ઓવરની રમત રમાઈ હતી જેમાં કૅરિબિયનોએ એક વિકેટ ગુમાવીને ૩૮ રન કર્યા હતા. હારવાના સંકટથી બચવા વેસ્ટ ઇન્ડીઝ પાંચમી મૅચ જીતીને સિરીઝ ડ્રૉ કરવાનો ટાર્ગેટ રાખશે.


