વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી T20 મૅચ માત્ર ત્રણ રને જીતીને ન્યુ ઝીલૅન્ડે પાંચ મૅચની સિરીઝ ૧-૧થી લેવલ કરી લીધી છે
માર્ક ચૅપમૅને ૭૮ રન ફટકાર્યા હતા
વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી T20 મૅચ માત્ર ત્રણ રને જીતીને ન્યુ ઝીલૅન્ડે પાંચ મૅચની સિરીઝ ૧-૧થી લેવલ કરી લીધી છે. યજમાન ન્યુ ઝીલૅન્ડે ગઈ કાલે માર્ક ચૅપમૅનની ૭૮ રનની ઇનિંગ્સના આધારે પાંચ વિકેટ ગુમાવીને ૨૦૭ રન કર્યા હતા, જવાબમાં કૅરિબિયન ટીમે ૮ વિકેટે ૨૦૪ રન કર્યા હતા.
આૅકલૅન્ડમાં રમાયેલી આ મૅચમાં વેસ્ટ ઇન્ડીઝે ૧૩મી ઓવરમાં ૯૩ રનના સ્કોરે ૬ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યાર બાદ રોવમૅન પૉવેલની ૧૬ બૉલમાં ૪૫ રન અને રોમારિયો શેફર્ડની ૧૬ બૉલમાં ૩૪ રનની ઇનિંગ્સના આધારે વેસ્ટ ઇન્ડીઝે અંતિમ પાંચ ઓવરમાં બે વિકેટ ગુમાવીને ૮૭ રન કર્યા હતા જે T20 ઇન્ટરનૅશનલ મૅચના રનચેઝ સમયે અંતિમ પાંચ ઓવરમાં ફટકારેલા સૌથી વધુ રનનો રેકૉર્ડ છે. સ્પિનર ઈશ સોઢી અને મિચલ સૅન્ટનરે ૩-૩ વિકેટ લઈને ટાર્ગેટ ડિફેન્ડ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી.


