ગઈ કાલે બોલર ઍડમ મિલ્ન અને બૅટર વિલ યંગ જીતના બે હીરો હતા
મૅન ઑફ ધ મૅચ વિલ યંગ. તે ૮૦ બૉલમાં ૭૦ રન બનાવીને અણનમ રહ્યો હતો (તસવીર : એ.એફ.પી.)
મીરપુરમાં ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડે યજમાન બંગલાદેશને સિરીઝની ત્રીજી અને છેલ્લી વન-ડેમાં ૯૧ બૉલ બાકી રાખીને ૭ વિકેટના માર્જિનથી પરાસ્ત કરીને સિરીઝ ૨-૦થી જીતી લીધી હતી. હવે આ બન્ને દેશ વચ્ચે આગામી વન-ડે વર્લ્ડ કપમાં ટક્કર થશે.
ગઈ કાલે બોલર ઍડમ મિલ્ન અને બૅટર વિલ યંગ જીતના બે હીરો હતા. બંગલાદેશની ટીમ કૅપ્ટન નજમુલ શૅન્ટોના ૭૬ રન છતાં ફકત ૧૭૧ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ફાસ્ટ બોલર ઍડમ મિલ્ને ૩૪ રનમાં સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.
ADVERTISEMENT
ન્યુ ઝીલૅન્ડની ટીમ ૩૪.૫ ઓવરમાં ત્રણ વિકેટે ૧૭૫ રન બનાવીને જીતી ગઈ હતી. એમાં ઓપનર વિલ યંગના ૭૦ રન હાઇએસ્ટ હતા, જે તેણે ૮૦ બૉલમાં એક સિક્સર અને દસ ફોરની મદદથી બનાવ્યા હતા. તેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. તેણે બે કૅચ પણ પકડ્યા હતા. યંગ અને મૅન ઑફ ધ સિરીઝ ઘોષિત થયેલા હેન્રી નિકૉલ્સ (૫૦ અણનમ) વચ્ચે ત્રીજી વિકેટ માટે ૮૧ રનની ભાગીદારી થઈ હતી.


