ભારતમાં પાંચમી ઑક્ટોબરે શરૂ થનારા વન-ડેના વર્લ્ડ કપ માટેની ન્યુ ઝીલૅન્ડની ટીમની અનોખી સ્ટાઇલમાં જાહેરાત કરવામાં આવી હતી.
ન્યુ ઝીલૅન્ડની વર્લ્ડ કપ ટીમને ઇન્ટ્રોડ્યુસ કરી તેમના જ વહાલા પરિવારજનોએ!
ભારતમાં પાંચમી ઑક્ટોબરે શરૂ થનારા વન-ડેના વર્લ્ડ કપ માટેની ન્યુ ઝીલૅન્ડની ટીમની અનોખી સ્ટાઇલમાં જાહેરાત કરવામાં આવી હતી. ૨૦૧૯ના ગયા વર્લ્ડ કપના રનર-અપ ન્યુ ઝીલૅન્ડના ખેલાડીઓને તેમના પરિવારજનોએ સામૂહિક રીતે બનાવવામાં આવેલા વિડિયોમાં ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા.
કેન વિલિયમસનના નેતૃત્વ હેઠળની આ ટીમના કોઈ ખેલાડીને તેની પત્નીએ, તો કોઈની પત્નીએ તેમનાં બાળકોને સાથે રાખીને વિશ્વકપ માટેની શુભેચ્છા આપી હતી. કોઈકના પેરન્ટ્સને પણ આ અનોખી જાહેરાત કરવાની સુંદર તક અપાઈ હતી, તો કોઈનાં માત્ર બાળકોએ જ તેમના ડૅડીને વર્લ્ડ કપના ખેલાડી તરીકે ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા અને ગુડ વિશિશ આપી હતી.
અમદાવાદમાં પાંચમી ઑક્ટોબરે વર્લ્ડ કપની સૌપ્રથમ મૅચ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમાશે. વર્લ્ડ કપની દરેક ટીમ ૨૮ સપ્ટેમ્બર સુધી આઇસીસીની મંજૂરી વિના ટીમમાં ફેરફાર કરી શકશે. ત્યાર પછીનો એક પણ ફેરફાર આઇસીસી સાથેની ચર્ચા બાદ કરી શકાશે.

