સ્પિન ઑલરાઉન્ડર માઇકલ બ્રેસવેલ ઈજાના ૧૮ મહિના બાદ વાપસી કરી રહ્યો છે
ફાઇલ તસવીર
ન્યુ ઝીલૅન્ડે આગામી મહિને અફઘાનિસ્તાન અને શ્રીલંકા સામેની ટેસ્ટ-સિરીઝ માટે પાંચ સ્પિનર્સને ટીમમાં સામેલ કર્યા છે. ન્યુ ઝીલૅન્ડની ટીમ પહેલી વાર અફઘાનિસ્તાન સામે એક માત્ર ટેસ્ટમૅચ રમશે જે ૯થી ૧૩ સપ્ટેમ્બર દરમ્યાન ભારતમાં ગ્રેટર નોએડામાં રમાશે, જ્યારે શ્રીલંકામાં ૧૮ સપ્ટેમ્બરથી બે ટેસ્ટની સિરીઝ શરૂ થશે.
સ્પિન ઑલરાઉન્ડર માઇકલ બ્રેસવેલ ઈજાના ૧૮ મહિના બાદ વાપસી કરી રહ્યો છે; તેની સાથે મિચલ સૅન્ટનર, એજાઝ પટેલ, ગ્લૅન ફિલિપ્સ અને રચિન રવીન્દ્ર સ્પિનની જવાબદારી સંભાળશે. અનુભવી ફાસ્ટ બોલર ટિમ સાઉધી કૅપ્ટન હશે, જ્યારે ટીમમાં કેન વિલિયમસન પણ છે. ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટે કહ્યું હતું, ‘એશિયામાં ટેસ્ટ-ટૂર દરમ્યાન મુશ્કેલ નિર્ણયો લેવા પડી શકે છે. ફાસ્ટ બોલરોએ પિચને ધ્યાનમાં રાખીને બહાર રહેવું પડી શકે છે.’