૧૯૭૩માં અવસાન પામેલા આધ્યાત્મિક ગુરુ નીમ કરોલી બાબાના ઉત્તરાખંડના કૈંચી ધામમાં આવેલા આશ્રમમાં આજે પણ ખૂબ લોકો આવે છે
લાઇફમસાલા
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
વિરાટ કોહલીના ફોન પર નીમ કરોલી બાબાનું વૉલપેપર જોવા મળી રહ્યું છે. મોટા ભાગના લોકોના મોબાઇલ ફોન પર તેમના પાર્ટનર, પેરન્ટ્સ અથવા તો બાળકોના ફોટો હોય છે. વિરાટનાં પણ બે બાળકો છે છતાં તેના મોબાઇલમાં ફૅમિલી-મેમ્બર્સનો નહીં, નીમ કરોલી બાબાનો ફોટો છે. ૧૯૭૩માં અવસાન પામેલા આધ્યાત્મિક ગુરુ નીમ કરોલી બાબાના ઉત્તરાખંડના કૈંચી ધામમાં આવેલા આશ્રમમાં આજે પણ ખૂબ લોકો આવે છે. માર્ક ઝકરબર્ગ અને સ્ટીવ જૉબ્સ જેવા ઘણા લોકો ત્યાં જઈ આવ્યા હતા અને ભારે પ્રેરિત થયા હતા. માર્ક ઝકરબર્ગ પણ નીમ કરોલી બાબાને ગુરુ માને છે. વિરાટની સાથે અનુષ્કા શર્મા પણ નીમ કરોલી બાબાને માને છે.