Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > પાકિસ્તાન સામે ૨૦૧૮ની ટેસ્ટ-સિરીઝમાં સ્પિનર નૅથન લાયને બૉલ ટૅમ્પરિંગનો પ્રયાસ કર્યો હતો?

પાકિસ્તાન સામે ૨૦૧૮ની ટેસ્ટ-સિરીઝમાં સ્પિનર નૅથન લાયને બૉલ ટૅમ્પરિંગનો પ્રયાસ કર્યો હતો?

Published : 28 November, 2026 01:43 PM | Modified : 28 November, 2026 01:44 PM | IST | Australia
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અહેવાલ અનુસાર ૨૦૧૮માં સાઉથ આફ્રિકામાં સૅન્ડપેપર કાંડ પછી થોડા મહિનામાં પાકિસ્તાન સામે દુબઈની ટેસ્ટ-સિરીઝમાં બૉલ-ટૅમ્પરિંગનો પ્રયાસ કર્યો હતો.

નૅથન લાયન

નૅથન લાયન


ઑસ્ટ્રેલિયાના સ્પિનર નૅથન લાયન વિશે મહત્ત્વપૂર્ણ રિપોર્ટ સામે આવ્યા છે. અહેવાલ અનુસાર ૨૦૧૮માં સાઉથ આફ્રિકામાં સૅન્ડપેપર કાંડ પછી થોડા મહિનામાં પાકિસ્તાન સામે દુબઈની ટેસ્ટ-સિરીઝમાં બૉલ-ટૅમ્પરિંગનો પ્રયાસ કર્યો હતો. મોટા ભાગના રિપોર્ટમાં એ પ્લેયરનું નામ નૅથન લાયન આપવામાં આવી રહ્યું છે.

સૅન્ડપેપરકાંડના ૬ મહિના પછી ઑક્ટોબર ૨૦૧૮માં પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટ-મૅચ દરમ્યાન બૉલની સ્થિતિ બદલવા માટે ખાવા માટેની  મિન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અહેવાલો અનુસાર નૅથન લાયનના સૂચનને તરત જ ટ્રૅવિસ હેડ દ્વારા નકારી કાઢવામાં આવ્યું હતું. નવા કૅપ્ટન ટિમ પેન અને હેડ કોચ જસ્ટિન લૅન્ગરે નૅથન લાયનને ઠપકો પણ આપ્યો હતો. 
ભૂતપૂર્વ બૅટ્સમૅન ઉસ્માન ખ્વાજાએ થોડા સમય પહેલાં એક પૉડકાસ્ટમાં ખુલાસો કર્યો હતો કે ‘UAEની ટૂર પર બૉલ સાથે ચેડાં કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એ પ્લેયર સાઉથ આફ્રિકાની ટૂર પર પણ સામેલ હતો.’ ઉસ્માન ખ્વાજાએ તે પ્લેયરનું નામ જાહેર કર્યું નહોતું.



સૅન્ડપેપર કાંડ : પ્લેયર્સને મંતવ્યો રજૂ કરવા માટે ૬ અઠવાડિયાંનો સમય આપ્યો


ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ કાંગારૂ ટેસ્ટ-ટીમની ૨૦૧૮ની સાઉથ આફ્રિકાની ટેસ્ટ-ટૂર સાથે સંબંધિત ઘટનાઓની તપાસ માટે ૬ અઠવાડિયાંના સ્વતંત્ર ફોરમ માટે નિયમો સ્થાપિત કર્યા છે. આ ફોરમ પ્લેયર્સ, સપોર્ટ સ્ટાફ અને અધિકારીઓ પાસેથી એ ટૂર વિશે ઇનપુટ માગશે. એમના નિયમો સંપૂર્ણપણે સ્વૈચ્છિક અને ગુપ્ત રહેશે અને એના માટે કોઈ દંડનો નિર્ણય લેવામાં નહીં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2026 01:44 PM IST | Australia | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK