° °

આજનું ઇ-પેપર
Monday, 08 August, 2022


મારા પતિની ખરી કદર ભારતમાં થઈ છે: કૅન્ડીસ વૉર્નરની ટકોર

06 July, 2022 02:35 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડેવિડ વૉર્નરની પત્નીએ કૅપ્ટન બનવા પરનો પતિ પરનો પ્રતિબંધ તાબડતોબ ઉઠાવવા ઑસ્ટ્રેલિયન બોર્ડ પાસે કરી માગણી

ઑસ્ટ્રેલિયાના ટોચના બૅટર ડેવિડ વૉર્નરની પત્ની કૅન્ડીસે ચાર વર્ષ જૂના બૉલ-ટૅમ્પરિંગ કાંડ બદલ પોતાના પતિ પર લાગુ કરાયેલા પ્રતિબંધનો મુદ્દો સોમવારે ઉખેડ્યો

ઑસ્ટ્રેલિયાના ટોચના બૅટર ડેવિડ વૉર્નરની પત્ની કૅન્ડીસે ચાર વર્ષ જૂના બૉલ-ટૅમ્પરિંગ કાંડ બદલ પોતાના પતિ પર લાગુ કરાયેલા પ્રતિબંધનો મુદ્દો સોમવારે ઉખેડ્યો

ઑસ્ટ્રેલિયાના ટોચના બૅટર ડેવિડ વૉર્નરની પત્ની કૅન્ડીસે ચાર વર્ષ જૂના બૉલ-ટૅમ્પરિંગ કાંડ બદલ પોતાના પતિ પર લાગુ કરાયેલા પ્રતિબંધનો મુદ્દો સોમવારે ઉખેડ્યો હતો અને એ તાત્કાલિક પાછો ખેંચવાની ક્રિકેટ બોર્ડને અપીલ કરી હતી. કૅપ્ટન્સી મેળવવા સામે વૉર્નર પર બૅન મુકાયો છે અને કૅન્ડીસે બોર્ડને કહ્યું છે કે ‘મારો પતિ માત્ર લીગ ટુર્નામેન્ટમાં રમતો થઈ જાય તો પછી કહેતા નહીં. તેને કૅનેડા અને વેસ્ટ ઇન્ડીઝ સહિત વિશ્વભરની ઘણી ટી૨૦ ટુર્નામેન્ટમાં રમવાની ઑફર મળી છે. યુએઈમાં પણ લીગ આવી રહી છે અને એમાં ઘણા પૈસા અને કૅપ્ટન્સી ઑફર થઈ રહ્યાં છે.’
કૅન્ડીસે ઇંગ્લૅન્ડના એક રેડિયો નેટવર્કને આપેલી મુલાકાતમાં ભારતનો તેમ જ આઇપીએલનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ‘ભારતમાં અને ઑસ્ટ્રેલિયામાં ડેવિડનો બહુ સારો ટી૨૦ રેકૉર્ડ છે. તે આપણા બેસ્ટ એવર ક્રિકેટરોમાંનો એક છે. તેણે તાજેતરમાં ઑસ્ટ્રેલિયાને પહેલો ટી૨૦ વર્લ્ડ કપ અપાવવામાં મોટું યોગદાન આપ્યું હતું. તેના પરનો કૅપ્ટન્સી સંભાળવાનો પ્રતિબંધ ઉઠાવાશે કે નહીં ઉઠાવાય, તે બિગ બૅશમાં રમવાનું નક્કી કરી લે તો નવાઈ નહીં. અમારા પરિવાર માટે જે બેસ્ટ હશે એ તે કરીને રહેશે. મારાથી અન્યાય ક્યારેય સહન નથી થતો અને એટલે જ હું ડેવિડના કિસ્સામાં આ બધું કહી રહી છું. તે બીજા દેશની લીગમાં જઈને કૅપ્ટન્સી સંભાળી શકે, ભારતમાં આઇપીએલમાં પણ તેને નેતૃત્વ સંભાળવા મળે તો ઑસ્ટ્રેલિયાની ટીમમાં કેમ નહીં? ડેવિડના ક્રિકેટને લગતી સમજબૂઝની ભારતમાં જે કદર થાય છે અને ટીમ માટે ડેવિડ શું શું કરી શકે છે એની જો કિંમત થતી હોય તો એના પરથી શીખવા જેવું છે.’ વૉર્નર દંપતીને ભારત ખૂબ પ્રિય છે. તેમને ત્રણ પુત્રી છે જેમાં બીજા નંબરની દીકરીનું નામ ઇન્ડિ રેઇ રાખ્યું છે.

06 July, 2022 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

સિરીઝ-વિન પછી છેલ્લી મૅચમાં હાર્દિક કૅપ્ટન

રોહિત શર્માની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાને ટીમનું સુકાન સોંપાયું હતું

08 August, 2022 02:58 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

મંધાનાએ ફાસ્ટેસ્ટ ફિફ્ટીનો પોતાનો રેકૉર્ડ તોડ્યો

૨૩મા બૉલમાં ૫૦ રન પૂરા કર્યા હતા. આ પહેલાં તેણે ૨૦૧૯ની સાલમાં ૨૪ બૉલમાં અને ૨૦૧૮માં ૨૫ બૉલમાં હાફ સેન્ચુરી પૂરી કરી હતી

08 August, 2022 02:57 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

CWG : ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માત્ર નવ રનથી ગોલ્ડ ચૂકી, સિલ્વરથી માન્યો સંતોષ

ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમ જીતી ગોલ્ડ

08 August, 2022 08:52 IST | Birmingham | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK