Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બ્રાવોએ કૅપ્ટન ધોનીના જન્મદિન માટે બનાવ્યું ખાસ ગીત, ઇન્સ્ટા પર વાયરલ

બ્રાવોએ કૅપ્ટન ધોનીના જન્મદિન માટે બનાવ્યું ખાસ ગીત, ઇન્સ્ટા પર વાયરલ

30 June, 2020 11:45 AM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

બ્રાવોએ કૅપ્ટન ધોનીના જન્મદિન માટે બનાવ્યું ખાસ ગીત, ઇન્સ્ટા પર વાયરલ

ડીજે બ્રાવો

ડીજે બ્રાવો


એ તો જગજાહેર છે કે વિન્ડીઝના સ્ટાર ક્રિકેટર અને ચેન્નઇ સુપર કિંગ્સ માટે રમનારા ડ્વેન બ્રાવો મેદાન પર જ નહીં, પણ મેદાન બહાર પણ ઑલરાઉન્ડર છે. તે ક્રિકેટર સિવાય ગાયક, કમ્પોઝર, ડાન્સર અને બીજી પણ અનેક ટેલેન્ટ ધરાવે છે. ડ્વેન બ્રાવો પોતાની ટીમ સાથે મળીને કેટલાય સારા સારા ગીત કમ્પોઝ કરી ચૂક્યો છે. જણાવવાનું કે અમુક વર્ષ પહેલા બ્રાવોએ "ડીજે બ્રાવો-ચેમ્પિયન" એક વીડિયો સૉન્ગ રિલીઝ કર્યો હતો અને યુ-ટ્યૂબ પર લગભગ 10 કરોડ લોકો આ વીડિયો અત્યાર સુધી આ ગીત જોઈ ચૂક્યા છે. જે દર્શાવે છે કે બ્રાવો મ્યુઝિશિયન તરીકે પણ ચોગ્ગા-છગ્ગા કેવી રીતે મારવા એ સારી રીતે જાણે છે.

અને ફરી એક વાર ડ્વેન બ્રાવોએ પોતાના ચેન્નઈ સુપર કિંગ્સના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પ્રતિ પ્રેમ અને સન્માન વ્યક્ત કરતાં તેમને જન્મદિવસે ખાસ ગિફ્ટ આપવાની યોજના બનાવી છે. જણાવવાનું કે એમએસ ધોનીનો જન્મદિવસ 7 જુલાઇના અને આ ગીતના શબ્દો ધોની માટે લકી માનવામાં આવતાં સાત નંબરને ધ્યાનમાં રાખીને જ લખવામાં આવ્યા છે.



બ્રાવોએ ધોની સાથે જોડાયેલી તમામ ખાસ વાતોને શબ્દો દ્વારા ગીતમાં પરોવી છે. એટલે કે બ્રાવોએ આ વર્ષે 2007 વર્લ્ડ કપ, આઇપીએલ અને અહીં સુદી કે માહીના ટ્રેડમાર્ક શૉટ હેલીકૉપ્ટર શૉટનો ઉલ્લેખ પણ આ ગીતમાં કર્યો છે. આશા છે કે એમએસ અને તેના ચાહકોને બ્રાવોના આ ગીતનું ટ્રેલર ગમ્યું હોય.



ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં બ્રાવો ડીજે પર આ ગીત પર ડાન્સ કરતો જોવા મળે છે, તો, તેને ચાહકો માટે મેસેજ લખતાં કહ્યું કે શું તમે સાત જુલાઇ માટે તૈયાર છે. આપણે આ દિવસે માહીનો જન્મદિવસ ખાસ સ્ટાઇલ અને સ્પેશિયલ ગીત સાથે મનાવવા જઈ રહ્યા છે. ચાહકો તેના આ ટ્રેકને ખૂબ જ વખાણી રહ્યા છે અને ઇન્સ્ટાગ્રામ પર અમુક જ કલાકમાં લાખો વ્યૂઝ બ્રાવોના આ પ્રોમો વીડિયોને આપ્યા અને લાઇક કરી ચૂક્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

30 June, 2020 11:45 AM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK