મુંબઈ ઇન્ડિયન્સે IPL 2025માં કેરલાના ડાબા હાથના સ્પિનર વિજ્ઞેશ પુથુર તરીકે દેશને એક નવી પ્રતિભા સાથે પરિચય કરાવ્યો હતો. સાઉથ આફ્રિકામાં SA20 ટુર્નામેન્ટ દરમ્યાન ટ્રેઇનિંગ આપીને મુંબઈના મૅનેજમેન્ટે ૨૪ વર્ષના આ પ્લેયરને IPL માટે તૈયાર કર્યો હતો.
વિજ્ઞેશ પુથુર
મુંબઈ ઇન્ડિયન્સે IPL 2025માં કેરલાના ડાબા હાથના સ્પિનર વિજ્ઞેશ પુથુર તરીકે દેશને એક નવી પ્રતિભા સાથે પરિચય કરાવ્યો હતો. સાઉથ આફ્રિકામાં SA20 ટુર્નામેન્ટ દરમ્યાન ટ્રેઇનિંગ આપીને મુંબઈના મૅનેજમેન્ટે ૨૪ વર્ષના આ પ્લેયરને IPL માટે તૈયાર કર્યો હતો. તેણે ચેન્નઈ સુપર કિંગ્સ સામે ડેબ્યુ મૅચમાં ત્રણ વિકેટ લઈને સૌને ચોંકાવી દીધા હતા, પરતું પગના સ્નાયુ ખેંચાઈ જતાં તે હવે આ સીઝનમાં આગળ નહીં રમી શકશે. પાંચ મૅચમાં ૬ વિકેટ લઈને પ્રભાવિત કરનાર પુથુર મુંબઈના મેડિકલ અને સ્ટ્રેંગ્થ તથા કન્ડિશનિંગ સ્ટાફની દેખરેખ હેઠળ ટીમ સાથે રહેશે.
તેના સ્થાને બત્રીસ વર્ષના પંજાબના લેગ સ્પિનર રઘુ શર્માનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સ્થાનિક ક્રિકેટમાં પંજાબ અને પૉન્ડિચેરી માટે રમનાર રઘુએ ૧૧ ફર્સ્ટ ક્લાસ મૅચમાં ૫૭ વિકેટ, ૯ લિસ્ટ-A મૅચોમાં ૧૪ વિકેટ અને ત્રણ T20 મૅચોમાં ત્રણ વિકેટ લીધી છે. તે મુંબઈના સપોર્ટ બોલિંગ યુનિટનો ભાગ છે અને હવે મુખ્ય ટીમમાં જોડાશે.


