Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > માધવરાવ સિંધિયાના નામે ગ્વાલિયરમાં ઇન્ટરનૅશનલ સ્ટેડિયમનું ઉદ્ઘાટન થયું

માધવરાવ સિંધિયાના નામે ગ્વાલિયરમાં ઇન્ટરનૅશનલ સ્ટેડિયમનું ઉદ્ઘાટન થયું

Published : 17 June, 2024 09:09 AM | IST | Gwalior
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઇન્દોરના સ્ટેડિયમ પછી મધ્ય પ્રદેશમાં આ બીજું ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમ છે

ગ્વાલિયરમાં ઇન્ટરનૅશનલ સ્ટેડિયમનું ઉદ્ઘાટન

ગ્વાલિયરમાં ઇન્ટરનૅશનલ સ્ટેડિયમનું ઉદ્ઘાટન


મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવે ગઈ કાલે ગ્વાલિયરમાં માધવરાવ સિંધિયા ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે તેમની સાથે ભૂતપૂર્વ કૉન્ગ્રેસ નેતા માધવરાવ સિંધિયાના પુત્ર અને કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા, ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહ અને ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવ સહિતના દિગ્ગજ હાજર રહ્યા હતા. તેમણે અહીં મધ્ય પ્રદેશ ક્રિકેટ લીગની ઓપનિંગ મૅચ નિહાળી હતી. 


ઇન્દોરના સ્ટેડિયમ પછી મધ્ય પ્રદેશમાં આ બીજું ઇન્ટરનૅશનલ ક્રિકેટ સ્ટેડિયમ છે. આ ૩૦,૦૦૦ દર્શકોની ક્ષમતાવાળું સ્ટેડિયમ દિવંગત માધવરાવ સિંધિયાના ક્રિકેટ પ્રત્યેના જુસ્સાને યાદ રાખવા માટે બનાવવામાં આવ્યું છે. ૧૯૪૫માં બૉમ્બે (હાલના મુંબઈ)માં જન્મેલા માધવરાવ સિંધિયા ગ્વાલિયરના છેલ્લા મહારાજા જિવાજીરાવ સિંધિયાના પુત્ર હતા. ૧૯૮૪થી સતત ત્રણ વખત સંસદસભ્ય રહેલા માધવરાવ સિંધિયા રાજીવ ગાંધી અને પી. વી. નરસિંહરાવની સરકારમાં પ્રધાન પણ બન્યા હતા. ૨૦૦૧માં પ્લેન ક્રેશમાં તેમનું અવસાન થયું હતું. 


Whatsapp-channel Whatsapp-channel

17 June, 2024 09:09 AM IST | Gwalior | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK