Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ માટે સિરાજ ડાઉટફુલ, ગુરનૂર બરાડ કે આકિબ નબીને મળી શકે છે પહેલો ચાન્સ

અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ માટે સિરાજ ડાઉટફુલ, ગુરનૂર બરાડ કે આકિબ નબીને મળી શકે છે પહેલો ચાન્સ

Published : 04 June, 2026 01:55 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શનિવારે અફઘાનિસ્તાન સામે શરૂ થનારી એકમાત્ર ટેસ્ટમાં મોહમ્મદ સિરાજનું ઈજાને લીધે રમવું ડાઉટફુલ લાગી રહ્યું છે. સિરાજને રવિવારે IPLની ફાઇનલ દરમ્યાન જમણા ખભામાં ઈજા થઈ હતી પણ એ છતાંય રમતો રહ્યો હતો.

મોહમ્મદ સિરાજ, આકિબ નબી, ગુરનૂર બરાડ

મોહમ્મદ સિરાજ, આકિબ નબી, ગુરનૂર બરાડ


શનિવારે અફઘાનિસ્તાન સામે શરૂ થનારી એકમાત્ર ટેસ્ટમાં મોહમ્મદ સિરાજનું ઈજાને લીધે રમવું ડાઉટફુલ લાગી રહ્યું છે. સિરાજને રવિવારે IPLની ફાઇનલ દરમ્યાન જમણા ખભામાં ઈજા થઈ હતી પણ એ છતાંય રમતો રહ્યો હતો. બોલિંગ કરતી વખતે પણ ખભાની ઇન્જરીને લીધે થતો દુખાવો તેના ચહેરા પર સ્પષ્ટ વર્તાતો હતો.

હવે ટીમ-મૅનેજમેન્ટ સિરાજની ફિટનેસ-ટેસ્ટ કરાવશે અને જો એમાં તે પાસ થયો તો જ તેને રમાડશે. જોકે લાંબી ક્રિકેટ-સીઝનને જોતાં કોઈ રિસ્ક નહીં લે અને મોટા ભાગે તેને આરામ જ આપશે એવું લાગી રહ્યું છે.

જો સિરાજ નહીં રમે તો કદાચ પંજાબના પેસ બોલર ગુરનૂર બરાડ અથવા જમ્મુ-કાશ્મીરના આકિબ નબીને ડેબ્યુ કરવાનો મોકો મળશે. છ ફુટ પાંચ ઇંચ ઊંચો ગુરનૂર ખૂબ ટૅલન્ટેડ બોલર મનાય છે અને તે ઊંચા કદને લીધે બૉલને વધુ ઉછાળીને ભલભલા બૅટ્સમેનોને મુશ્કેલીમાં મૂકી શકે છે, જ્યારે આકિબ છેલ્લી બે ડૉમેસ્ટિક સીઝનથી ભારે પ્રભાવિત કરી રહ્યો છે અને ગઈ સીઝનમાં તો તેણે હાઇએસ્ટ ૬૦ વિકેટ ઝડપીને ટીમને પ્રથમ વાર રણજી ચૅમ્પિયન બનાવવામાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

04 June, 2026 01:55 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK