ભારતીય ટીમમાં વાપસી કરવામાં સંઘર્ષ કરી રહેલા ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પોતાના મોટા સ્વપ્ન વિશે ખુલાસો કર્યો છે
મોહમ્મદ શમી
ભારતીય ટીમમાં વાપસી કરવામાં સંઘર્ષ કરી રહેલા ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પોતાના મોટા સ્વપ્ન વિશે ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે ‘મારું ફક્ત એક જ સ્વપ્ન બાકી છે; એ છે વન-ડે વર્લ્ડ કપ જીતવાનું. હું એ ટીમ (વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૭)નો ભાગ બનવા માગું છું અને એવી રીતે પ્રદર્શન કરવા માગું છું કે હું વન-ડે વર્લ્ડ કપ જીતીને એને ઘરે લાવી શકું. ૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપમાં અમે ખૂબ નજીક હતા.’


