પ્રથમ દિવસે ત્રણ મૅચની ૬ ઇનિંગ્સમાંથી પાંચમાં ૧૦૦ પ્લસનો સ્કોર જોવા મળ્યો હતો, જ્યારે ગઈ કાલે ચાર મૅચની આઠ ઇનિંગ્સમાંથી માત્ર એકમાં જ ૧૦૦ રનનો સ્કોર જોવા મળ્યો હતો.
ક્રિકેટ પાર્ટી
‘મિડ-ડે કપ’નો વધુ એક લિટલ માસ્ટર
ગઈ સીઝનમાં ચરોતર રૂખીનાે ૧૨ વર્ષનાે ભૂપેન્દ્ર વાઘેલા મહારથીઓ સામે બોલિંગ કરીને છવાઈ ગયા બાદ ગઈ કાલે વધુ એક લિટલ માસ્ટરે એવી જ કમાલ કરી હતી. ગઈ કાલે કચ્છી ભાનુશાળી સામે ભટ્ટ મેવાડા બ્રાહ્મણે ૧૨ વર્ષના રુદ્ર જોષીને મેદાનમાં ઉતાર્યો હતો. રુદ્રએ એક ઓવર કરી હતી, જેમાં એક પણ એક્સ્ટ્રા રન આપ્યા વિના તેણે માત્ર સાત રન આપ્યા હતા. મૅચ બાદ કચ્છી ભાનુશાળી ટીમે રુદ્રને ખભા પર બેસાડીને બિરદાવ્યો હતો.
કાંદિવલી-વેસ્ટમાં આવેલા પોઇસર જિમખાનામાં ચાલી રહેલી ‘મિડ-ડે કપ’ની ૧૬મી સીઝનનો ગઈ કાલનો બીજો દિવસ પહેલા દિવસના પ્રમાણમાં લો-સ્કોરિંગ રહ્યો હતો. પ્રથમ દિવસે ત્રણ મૅચની ૬ ઇનિંગ્સમાંથી પાંચમાં ૧૦૦ પ્લસનો સ્કોર જોવા મળ્યો હતો, જ્યારે ગઈ કાલે ચાર મૅચની આઠ ઇનિંગ્સમાંથી માત્ર એકમાં જ ૧૦૦ રનનો સ્કોર જોવા મળ્યો હતો. એ ઉપરાંત ચારમાંથી ત્રણ મુકાબલા સાવ વન-સાઇડેડ રહ્યા હતા. કચ્છી ભાનુશાળીએ ભટ્ટ મેવાડા બ્રાહ્મણ સામે અને ગુર્જર સુથારે ઘણા સમય બાદ ટુર્નામેન્ટમાં કમબૅક કરી રહેલી દશા સોરઠિયા વણિક ટીમ સામે ૧૦ વિકેટે જીત મેળવીને ૧૬મી સીઝનની દમદાર શરૂઆત કરી હતી. ગઈ સીઝનની રનર-અપ કપોળે કચ્છ-વાગડ લેઉવા પટેલ સામે ૯ વિકેટે વિજય મેળવીને તેમનો ટચ બતાવી દીધો હતો. પ્રથમ દિવસે કચ્છી કડવા પાટીદાર જેવી ચાર વખતની ચૅમ્પિયન ટીમ સામે શાનદાર પર્ફોર્મ કરનાર કચ્છ-વાગડ લેઉવા પટેલની યંગ ટીમ કપોળ સામે કોઈ કમાલ નહોતી કરી શકી. પરજિયા સોની અને સોરઠિયા મુસ્લિમ ઘાંચી વચ્ચેની ટક્કર પ્રમાણમાં સંઘર્ષમય રહી હતી. પ્રથમ દિવસે વાગડ વીસા ઓસવાળ જૈન સામેના ૮ વિકેટથી થયેલા પરાજયને ભૂલીને સોરઠિયા મુસ્લિમ ઘાંચી ટીમે ગઈ સીઝનની સેમી ફાઇનલિસ્ટ પરજિયા સોનીને ૧૭ રનથી પરાજિત કરીને શાનદાર કમબૅક કર્યું હતું. હવે ચાર દિવસના બ્રેક બાદ શુક્રવારે પહેલી માર્ચથી ફરી લીગ રાઉન્ડની
શરૂઆત થશે.
ADVERTISEMENT
મૅચ-૧
ટૂંકો સ્કોર : ભટ્ટ મેવાડા બ્રાહ્મણ (૧૦ ઓવરમાં ૮ વિકેટે ૪૫ રન - અજય જોષી ૧૦ બૉલમાં બે ફોર સાથે ૧૫, ચિરાગ જોષી ૧૮ બૉલમાં એક ફોર સાથે ૧૫ અને નિશિત જોષી ૮ બૉલમાં અણનમ ૮ રન. ઓમકાર નંદા સાત રનમાં અને પ્રેમ ગોરી ચાર રનમાં ૩-૩ વિકેટ તથા જય ભાનુશાળી ૧૨ રનમાં એક વિકેટ) સામે કચ્છી ભાનુશાળી (૪.૧ ઓવરમાં વિના વિકેટે ૪૮ રન - ઓમકાર નંદા ૧૫ બૉલમાં એક સિક્સર અને ચાર ફોર સાથે અણનમ ૨૮ તથા મનન કટારિયા ૧૦ બૉલમાં બે ફોર સાથે અણનમ ૧૩ રન)નો ૧૦ વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ ઃ ઓમકાર નંદા (સાત રનમાં ત્રણ વિકેટ અને ૧૫ બૉલમાં અણનમ ૨૮ રન).
મૅચ-૨
ટૂંકો સ્કોર : સોરઠિયા મુસ્લિમ ઘાંચી (૧૦ ઓવરમાં ૪ વિકેટે ૧૦૦ રન - સુફિયાન ચૌહાણ ૨૨ બૉલમાં પાંચ ફોર સાથે ૨૭, માહી કરવાતર ૨૨ બૉલમાં એક ફોર સાથે અણનમ ૨૩ તથા સૈફ અલી પાંચ બૉલમાં એક ફોર સાથે ૯ રન. ધવલ સોની ૧૦ રનમાં, ધર્મિત ધકાણ ૧૪ રનમાં, સારંગ સોની ૧૭ રનમાં અને યશ ધાણક ૧૯ રનમાં એક-એક વિકેટ)નો પરજિયા સોની (૧૦ ઓવરમાં ૯ વિકેટે ૮૩ રન - હેમંત ચોકસી ૧૪ બૉલમાં ૩ ફોર સાથે ૨૦, દેવેન સતીકુંવર ૧૪ બૉલમાં બે ફોર સાથે ૧૭ અને ધવલ સોની ૧૧ બૉલમાં એક સિક્સર સાથે ૧૨ રન. સુફિયાન બીલખિયા સાત રનમાં અને ઉમર બીલખિયા ૧૪ રનમાં ૩-૩ વિકેટ તથા ઝૈદ અગવાન ચાર રનમાં અને સુફિયાન ચૌહાણ ૧૪ રનમાં એક-એક વિકેટ) સામે ૧૭ રનથી વિજય. મૅન ઑફ ધ મૅચઃ સુફિયાન ચૌહાણ (૨૨ બૉલમાં ૨૭, ૧૪ રનમાં એક વિકેટ, ત્રણ કૅચ અને એક રન-આઉટ)
મૅચ-૩
ટૂંકો સ્કોર : કચ્છ-વાગડ લેઉવા પટેલ (૧૦ ઓવરમાં ૬ વિકેટે ૫૦ રન - આકાશ ચામરિયા ૧૧ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૩ અને હેત પટેલ ૧૬ બૉલમાં ૧૨ રન. હર્ષિત ગોરડિયા ૧૧ રનમાં બે તેમ જ દીવ મોદી ૮ રનમાં, સિતાંશુ પારેખ ૧૩ રનમાં અને આકાશ ભુતા ૧૭ રનમાં એક-એક વિકેટ) સામે કપોળ (૪.૩ ઓવરમાં ૧ વિકેટે બાવન રન - ગૌરાંગ પારેખ ૧૪ બૉલમાં એક સિક્સર અને ચાર ફોર સાથે અણનમ ૨૭ અને મૌલિક મહેતા ૧૧ બૉલમાં ૩ ફોર સાથે ૧૫ રન. આકાશ ચામરિયા ૧૭ રનમાં એક વિકેટ)નો ૯ વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ ઃ દીવ મોદી (૮ રનમાં એક વિકેટ અને એક રન-આઉટ)
મૅચ-૪
ટૂંકો સ્કોર : દશા સોરઠિયા વણિક (૧૦ ઓવરમાં ૭ વિકેટે ૬૫ રન - રોહન ધાબલિયા ૧૭ બૉલમાં બે ફોર સાથે ૨૩, જય સાંગાણી ૧૦ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે ૧૬ તથા કથન શાહ ૭ બૉલમાં એક ફોર સાથે અણનમ ૧૨ રન. ધર્મેશ અનુવાડિયા ૧૩ રનમાં અને જય વાઘડિયા ૨૧ રનમાં બે-બે વિકેટ તેમ જ રોહન ગજ્જર ૮ રનમાં અને નિમેશ વીસાવાડિયા ૧૩ રનમાં એક-એક વિકેટ) સામે ગુર્જર ક્ષત્રિય (૫.૫ ઓવરમાં વિના વિકેટ ૭૦ રન - રોહન ગજ્જર ૨૩ બૉલમાં બે સિક્સર અને બે ફોર સાથે અણનમ ૩૬ અને ધર્મેશ અનુવાડિયા ૧૦ બૉલમાં બે ફોર સાથે અણનમ ૧૫ રન)નો ૧૦ વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ ઃ રોહન ગજ્જર (૮ રનમાં એક વિકેટ તથા ૨૩ બૉલમાં અણનમ ૩૬ રન).
પૉઇન્ટ પોઝિશન : ગ્રુપ-B |
|||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
પૉઇન્ટ |
રનરેટ |
B3 |
૧ |
૧ |
૦ |
૨ |
૬.૨૩ |
B1 |
૧ |
૧ |
૦ |
૨ |
૪.૬૦ |
B2 |
૧ |
૦ |
૧ |
૦ |
-૪.૬૦ |
B4 |
૧ |
૦ |
૧ |
૦ |
-૬.૨૩ |
B1 - કચ્છી વીસા ઓસવાળ જૈન, B2 - બનાસકાંઠા રૂખી, B3 - ગુર્જર સુતાર, B4 - દશા સોરઠિયા વણિક |
પૉઇન્ટ પોઝિશન : ગ્રુપ-E |
|||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
પૉઇન્ટ |
રનરેટ |
E2 |
૧ |
૧ |
૦ |
૨ |
૦.૭૬ |
E3 |
૨ |
૧ |
૧ |
૨ |
૦.૪૯ |
E1 |
૧ |
૦ |
૧ |
૦ |
-૧.૭૦ |
E4 |
૦ |
૦ |
૦ |
૦ |
૦.૦૦ |
E1 - પરજિયા સોની, E2 - વાગડ વીસા ઓસવાળ જૈન, |
પૉઇન્ટ પોઝિશન : ગ્રુપ-D |
|||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
પૉઇન્ટ |
રનરેટ |
D1 |
૧ |
૧ |
૦ |
૨ |
૭.૦૪ |
D2 |
૧ |
૦ |
૧ |
૦ |
-૭.૦૪ |
D3 |
૦ |
૦ |
૦ |
૦ |
૦.૦૦ |
D1 -કચ્છી ભાનુશાળી, D2 - ભટ્ટ મેવાડા બ્રાહ્મણ, |
પૉઇન્ટ પોઝિશન : ગ્રુપ-F |
|||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
પૉઇન્ટ |
રનરેટ |
F1 |
૧ |
૧ |
૦ |
૨ |
૬.૫૫ |
F3 |
૧ |
૧ |
૦ |
૨ |
૦.૮૪ |
F4 |
૨ |
૦ |
૨ |
૦ |
-૩.૮૪ |
F2 |
૦ |
૦ |
૦ |
૦ |
૦.૦૦ |
F1 - કપોળ, F2 - લુહાર સુતાર, F3 - કચ્છી કડવા પાટીદાર, F4 - કચ્છ-વાગડ લેઉવા પટેલ |
મૅચ-શેડ્યુલ
શુક્રવારની મૅચ
સવારે ૯.૦૦
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ v/s
કચ્છી લોહાણા
સવારે ૧૧.૦૦
ઘોઘારી લોહાણા v/s
ઘોઘારી વીસા શ્રીમાળી જૈન
બપોરે ૧.૦૦
પરજિયા સોની v/s
વાગડ વીસા ઓસવાળ જૈન
બપોરે ૩.૦૦
અડાઆઠમ દરજી v/s
નવગામ વીસા નાગર વણિક