કચ્છ-વાગડ લેઉવા પટેલ સામે માત્ર ૩ રનથી હારીને સીઝનની આઘાતજનક શરૂઆત બાદ શાનદાર કમબૅક, ત્રણ વખતની ચૅમ્પિયન ટીમ ગ્રુપની નંબર વન ટીમ બની
મિડ-ડે ક્રિકેટ
કચ્છ-વાગડ લેઉવા પટેલ સામે માત્ર ૩ રનથી હારીને સીઝનની આઘાતજનક શરૂઆત બાદ શાનદાર કમબૅક, ત્રણ વખતની ચૅમ્પિયન ટીમ ગ્રુપની નંબર વન ટીમ બની; બારેસી દરજી સામે ૧૦ વિકેટથી દમદાર જીત મેળવીને સુપર સિક્સ રાઉન્ડમાં પ્રવેશ : લાંબા સમય બાદ ટુર્નામેન્ટમાં કમબૅક કરનાર બારેસી દરજીની યુવા ટીમે શાનદાર પર્ફોર્મન્સથી પ્રી-ક્વૉર્ટર ફાઇનલ સુધી પહોંચીને કર્યા પ્રભાવિત : ચાર વખતની ચૅમ્પિયન કચ્છી કડવા પાટીદારે દમદાર પર્ફોર્મન્સ જાળવી રાખ્યો, ત્રણેય લીગ મૅચ જીતીને ગ્રુપ ટૉપર તરીકે નૉકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ : મિડ-ડે કપમાં પોતાની પ્રથમ જ મૅચમાં હૅટ-ટ્રિકની કમાલ કરનાર હાલાઈ લોહાણાનો દેવાંગ ઠક્કર બન્યો બીજો બોલર, આ જ સીઝનમાં બારેસી દરજીના મંથન દરજીએ તેની પ્રથમ જ મૅચમાં અડાઆઠમ દરજી સામે આવી જ કમાલ કરી હતી : સૌથી રોમાંચક ગ્રુપ Bમાં માત્ર ૦.૦૬૭ના નેટ રન-રેટના ફરકથી ગુર્જર સુતારને પછાડીને ઘોઘારી લોહાણા બની ગ્રુપ ટૉપર, આ જ ગ્રુપમાં પ્રથમ બન્ને મૅચ જીતીને નૉકઆઉટ રાઉન્ડ માટેની ફેવરિટ મેમણ ટીમની નબળા રન-રેટને લીધે થઈ વિદાય
મૅચ ૧
ADVERTISEMENT
ઘોઘારી લોહાણાનો ગુર્જર સુતાર સામે ૭ વિકેટથી વિજય
ગુર્જર સુતાર (૧૦ ઓવરમાં ૩ વિકેટે ૧૧૦ રન – રોહન ગજ્જર ૨૧ બૉલમાં એક સિક્સર અને ચાર ફોર સાથે ૩૮, દિવેશ જોલાપરા ૧૮ બૉલમાં એક સિક્સર અને એક ફોર સાથે અણનમ ૨૧, ધર્મેશ અનુવાડિયા ૧૪ બૉલમાં ત્રણ ફોર સાથે ૧૫ અને વિશાલ વડગામા ૭ બૉલમાં બે ફોર સાથે ૧૦ રન. અમિત ઠક્કર ૧૫ રનમાં અને ઝેનિથ સચદેવ ૨૦ રનમાં એક-એક વિકેટ)
ઘોઘારી લોહાણા (૯.૨ ઓવરમાં ૩ વિકેટે ૧૧૧ રન – ઝેનિથ સચદેવ ૩૩ બૉલમાં બે સિક્સર અને ૮ ફોર સાથે અણનમ પંચાવન, ડૉ. કુણાલ ઠક્કર ૭ બૉલમાં ત્રણ ફોર સાથે ૧૬ અને સુજય ઠક્કર ૬ બૉલમાં બે ફોર સાથે ૯ રન. નિમેશ વિસાવડિયા ૬ રનમાં, ધર્મેશ અનુવાડિયા ૧૫ રનમાં અને અમર પેસાવડિયા ૨૩ રનમાં એક-એક વિકેટ)
મૅન ઑફ ધ મૅચઃ ઘોઘારી લોહાણાનો ઝેનિથ સચદેવ (એક વિકેટ અને ૩૩ બૉલમાં અણનમ પંચાવન રન)
ઘોઘારી લોહાણાના ઝેનિથ સચદેવને ગુર્જર સુતાર સમાજનાં અલ્પા અનુવાડિયા અને કિંજલ અંબાસણાના હસ્તે.
મૅચ ૨
કચ્છી કડવા પાટીદારનો બારેસી દરજી સામે ૪૮ રનથી વિજય
કચ્છી કડવા પાટીદાર (૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૨૨ રન – વેદાંશ ધોળુ ૨૧ બૉલમાં એક સિક્સર અને પાંચ ફોર સાથે ૪૩, દિનેશ નાકરાણી ૧૭ બૉલમાં ૩ સિક્સર અને ૩ ફોર સાથે ૩૭ અને જેસલ નાકરાણી ૧૦ બૉલમાં સાત રન. પ્રથમ પરમાર ૨૮ રનમાં બે તથા મંથન દરજી સાત રનમાં, ભાવિન સોલંકી ૧૨ રનમાં અને સની સોલંકી ૧૭ રનમાં એક-એક વિકેટ)
બારેસી દરજી (૧૦ ઓવરમાં ૪ વિકેટે ૭૪ રન – પ્રથમ પરમાર ૨૭ બૉલમાં પાંચ ફોર સાથે અણનમ ૩૫, અક્ષર ચૌહાણ ૧૮ બૉલમાં એક ફોર સાથે ૧૪ અને દર્શન દરજી ૭ બૉલમાં એક ફોર સાથે ૭ રન. ભાવિક ભગત ૮ રનમાં બે તથા દિનેશ નાકરાણી ૧૧ રનમાં અને વેદાંશ ધોળુ બાવીસ રનમાં એક-એક વિકેટ)
મૅન ઑફ ધ મૅચઃ કચ્છી કડવા પાટીદારનો વેદાંશ ધોળુ (૨૧ બૉલમાં ૪૩ રન અને એક વિકેટ)
કચ્છી કડવા પાટીદારના વેદાંશ ધોળુને બારેસી દરજીના અગ્રણીઓ સુરેશકુમાર રાઠોડ અને અરુણ સોલંકીના હસ્તે.
પ્રી-ક્વૉર્ટર ફાઇનલ ૧
હાલાઈ લોહાણાનો બારેસી દરજી સામે ૧૦ વિકેટથી વિજય
બારેસી દરજી (૧૦ ઓવરમાં ૯ વિકેટે ૨૩ રન – અદિત ચૌહાણ ૧૩ બૉલમાં એક ફોર સાથે ૧૩, સૌમ્ય દરજી ૧૨ બૉલમાં પાંચ અને મંથન દરજી ચાર બૉલમાં અણનમ ચાર રન. દેવાંગ ઠક્કર ૩ રનમાં ૩, મનન ખખ્ખર બે રન અને પૃથ્વી ખખ્ખર ૧૪ રનમાં બે-બે તેમ જ પાર્થ રુઘાણી ૬ રનમાં એક વિકેટ)
હાલાઈ લોહાણા (૩.૧ ઓવરમાં વિના વિકેટ ૨૪ રન – ધુન સોમૈયા ૧૦ બૉલમાં ૩ ફોર સાથે અણનમ ૧૫ અને વિજીથ દસાણી ૯ બૉલમાં એક ફોર સાથે અણનમ ૮ રન)
મૅન ઑફ ધ મૅચ : હાલાઈ લોહાણાનો દેવાંગ ઠક્કર (હૅટ-ટ્રિક સાથે ૩ રનમાં ૩ વિકેટ)
હાલાઈ લોહાણાના દેવાંગ ઠક્કરને શ્રી હાલાઈ લોહાણા મહાજન-મુંબઈના પ્રમુખ પીયૂષ ગંઠા અને બારેસી દરજીના અગ્રણી વિજય મકવાણાના હસ્તે. (તસવીરો : અનુરાગ અહિરે)
પૉઇન્ટ પોઝિશનઃ ગ્રુપ-B |
|||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
પૉઇન્ટ |
રનરેટ |
B1 |
૩ |
૨ |
૧ |
૪ |
૨.૮૯ |
B2 |
૩ |
૨ |
૧ |
૪ |
૨.૮૩ |
B4 |
૩ |
૨ |
૧ |
૪ |
૦.૪૦ |
B3 |
૩ |
૦ |
૩ |
૦ |
-૬.૯૦ |
B1 ઘોઘારી લોહાણા, B2 ગુર્જર સુતાર, B3 નાથળિયા ઉનેવાળ બ્રાહ્મણ, B4 મેમણ |
પૉઇન્ટ પોઝિશન : ગ્રુપ-C |
|||||
ટીમ |
મૅચ |
જીત |
હાર |
પૉઇન્ટ |
રનરેટ |
C3 |
૩ |
૩ |
૦ |
૬ |
૩.૨૭ |
C2 |
૩ |
૧ |
૨ |
૨ |
-૦.૭૦ |
C1 |
૩ |
૧ |
૨ |
૨ |
-૧.૦૫ |
C1 કચ્છી લોહાણા, C2 બારેસી દરજી, C3 કચ્છી કડવા પાટીદાર |
મૅચ-શેડ્યુલ
ગુરુવારની પ્રી-ક્વૉટર ફાઇનલ મૅચ
સવારે ૮.૦૦
કચ્છ-વાગડ લેઉવા પટેલ v/s કચ્છી કડવા પાટીદાર
સવારે ૧૦.૦૦
વાગડ વીસા ઓસવાળ જૈન v/s પરજિયા સોની
બપોરે ૧૨.૦૦
કપોળ v/s ગુર્જર સુતાર
બપોરે ૨.૦૦
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ v/s માહ્યાવંશી
સાંજે ૪.૦૦
ઘોઘારી લોહાણા v/s બનાસકાંઠા રૂખી
નોંધઃ દરેક ટીમે પોતપોતાની મૅચના નિર્ધારિત સમયના એક કલાક પહેલાં મેદાનમાં હાજર થઈ જવું.

