ધોનીની નમ્રતા વિશે વાત કરતાં પથિરાણાએ કહ્યું કે ‘જ્યારે હું આવ્યો ત્યારે બાળક જેવો હતો અને મને કોઈ ઓળખતું નહોતું
‘બેબી મલિન્ગા’ના પરિવાર સાથે ધોની.
ક્રિકેટ ઍક્શનની સાથે ઇમોશન સાથે જોડાયેલી રમત છે. વર્ષોથી અહીં અલગ-અલગ દેશના ક્રિકેટર્સ વચ્ચે પરિવાર જેવા સંબંધ સ્થાપિત થયા છે. આ લિસ્ટમાં હવે વધુ એક કિસ્સો ઉમેરાયો છે. ચેન્નઈ સુપર કિંગ્સના ૨૧ વર્ષના બોલર મથીશા પથિરાણાએ એક ઇન્ટરવ્યુમાં પોતાના દિલની વાત કરતાં મહેન્દ્ર સિંહ ધોનીને પિતા સમાન ગણાવ્યો હતો. બોલિંગ-સ્ટાઇલને કારણે ‘બેબી મલિન્ગા’ તરીકે ઓળખાતા આ શ્રીલંકન બોલરે કહ્યું કે ‘મારા પિતા પછી તેમણે મારા ક્રિકેટ-જીવનમાં ઘણી હદ સુધી મારા પિતાની ભૂમિકા ભજવી છે. તેઓ હંમેશાં મારી સંભાળ રાખે છે અને મારે શું કરવું એ વિશે કેટલીક સલાહ આપે છે. જ્યારે હું ઘરે હોઉં ત્યારે મારા પિતા પણ આવું જ કરે છે. તેઓ મને ઘણો આત્મવિશ્વાસ આપે છે.’
ધોનીની નમ્રતા વિશે વાત કરતાં પથિરાણાએ કહ્યું કે ‘જ્યારે હું આવ્યો ત્યારે બાળક જેવો હતો અને મને કોઈ ઓળખતું નહોતું, પરંતુ તેમણે મને ઘણી બધી બાબતો શીખવી હતી જેમ કે કોઈ પણ T20 મૅચમાં કેવી રીતે પ્રદર્શન કરવું. હું ફિટ રહીશ તો મારા દેશ માટે ઘણું બધું કરી શકીશ.’
ADVERTISEMENT
ચેન્નઈ સુપર કિંગ્સને પાંચ વાર ચૅમ્પિયન બનાવનાર મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની કરીઅરમાં યુવા ટૅલન્ટને ઘણો સપોર્ટ કર્યો છે. તેની ટિપ્સને કારણે આજે યુવા ટૅલન્ટ ચૅમ્પિયનની જેમ ક્રિકેટના મેદાનમાં પ્રદર્શન કરી રહી છે.