° °

આજનું ઇ-પેપર
Saturday, 13 August, 2022


મધ્ય પ્રદેશે ૨૩ વર્ષ જૂનું સપનું કર્યું સાકાર, રણજી ટ્રોફીને મળ્યું નવું નક્કોર ચૅમ્પિયન

27 June, 2022 03:15 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાવરહાઉસ મુંબઈને ફાઇનલમાં હરાવીને પહેલી વાર જીતી લીધું ટાઇટલ ઃ ૧૯૯૯માં બૅન્ગલોરમાં અધૂરી રહેલી ઇચ્છા પૂરી કરીને રચ્યો ઇતિહાસ ઃ ૬૯ વર્ષ પહેલાં હોળકરની ટીમ ચૅમ્પિયન બન્યા પછી મધ્ય પ્રદેશ ટીમનું નામ અસ્તિત્વમાં આવેલું

હેડ-કોચ ચંદ્રકાન્ત પંડિતને ખભા પર ઊંચકીને ઐતિહાસિક જીત સેલિબ્રેટ કરી રહેલા મધ્ય પ્રદેશના ખેલાડીઓ.  પી.ટી.આઇ.

હેડ-કોચ ચંદ્રકાન્ત પંડિતને ખભા પર ઊંચકીને ઐતિહાસિક જીત સેલિબ્રેટ કરી રહેલા મધ્ય પ્રદેશના ખેલાડીઓ. પી.ટી.આઇ.

રણજી ક્રિકેટમાં સાધારણ ગણાતી મધ્ય પ્રદેશની ટીમે ગઈ કાલે આ સર્વોચ્ચ ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં ૪૧ વાર ચૅમ્પિયન બનેલા અને પાવરહાઉસ ગણાતા મુંબઈને બૅન્ગલોરની ફાઇનલમાં ૬ વિકેટે હરાવીને પહેલી જ વાર ટાઇટલ જીતી લીધું હતું. મુંબઈની ટીમ બીજા દાવમાં કુમાર કાર્તિકેયની ચાર વિકેટને કારણે ૨૬૯ રનમાં ઑલઆઉટ થઈ જતાં મધ્ય પ્રદેશને ફક્ત ૧૦૮ રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે એણે ગઈ કાલે ટી-ટાઇમ પહેલાં ૪ વિકેટના ભોગે મેળવી લીધો હતો. સરફરાઝ ખાનની પહેલી ઓવરના પાંચમા બૉલમાં રજત પાટીદાર (૩૦ અણનમ) સિંગલ રન દોડ્યો એ સાથે મધ્ય પ્રદેશે રણજી ટ્રોફીમાં નવો ઇતિહાસ રચ્યો હતો. મુંબઈ વતી ચારમાંથી ત્રણ વિકેટ સ્પિનર શમ્સ મુલાનીએ લીધી હતી.
મુંબઈએ પ્રથમ દાવમાં ૩૭૪ રન બનાવ્યા પછી મધ્ય પ્રદેશે યશ દુબે (૧૩૩), શુભમ શર્મા (૧૧૬) અને રજત પાટીદાર (૧૨૨)ની સદીની મદદથી ૫૩૬ રન બનાવીને ૧૬૨ રનની ફાઇનલ-વિનિંગ સરસાઈ મેળવી લીધી હતી. એ ત્રણ સદી અને પછી કુમાર કાર્તિકેયની મુંબઈના બીજા દાવની ૪ વિકેટ મધ્ય પ્રદેશ માટે સૌથી મદદરૂપ સાબિત થઈ હતી. મુંબઈની ટીમે બીજા દાવમાં જે ૨૬૯ રન બનાવ્યા એમાં પ્રથમ દાવના સેન્ચુરિયન સરફરાઝ ખાનના ૪૫, સુવેદ પારકરના ૫૧ અને કૅપ્ટન પૃથ્વી શૉના ૪૪ રન હતા.

બહુમૂલ્ય ટ્રોફી સાથે મધ્ય પ્રદેશનો ચૅમ્પિયન કૅપ્ટન આદિત્ય શ્રીવાસ્તવ.

‘કૅપ્ટન’ પંડિત હવે કોચ બનીને સફળ
રણજી ટ્રોફીમાં મધ્ય પ્રદેશનું અગાઉનું નામ હોળકર હતું અને હોળકર ટીમ ૧૯૫૩માં (૬૯ વર્ષ પહેલાં) ચોથી અને છેલ્લી વાર ચૅમ્પિયન બની હતી. જોકે હવે મધ્ય પ્રદેશના નામે પહેલી વાર (આદિત્ય શ્રીવાસ્તવની કૅપ્ટન્સીમાં) તાજ જીતવામાં આવ્યો છે. મધ્ય પ્રદેશની ટીમ આ પહેલાં ૧૯૯૯માં (૨૩ વર્ષ પૂર્વે) રણજી ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ ત્યારે પહેલા દાવની ૭૫ રનની લીડ છતાં કર્ણાટક સામે મધ્ય પ્રદેશનો પરાજય થયો હતો.

રનર-અપ ટ્રોફી સાથે મુંબઈનો સુકાની પૃથ્વી શૉ.

કોચ ચંદ્રકાન્ત પંડિતે મુંબઈ તેમ જ વિદર્ભને રણજીમાં ચૅમ્પિયન બનાવ્યા પછી હવે મધ્ય પ્રદેશને ટ્રોફી અપાવી છે. છેલ્લે ૧૯૯૯માં મધ્ય પ્રદેશ બૅન્ગલોરમાં ફાઇનલ હારેલું ત્યારે પંડિત એના કૅપ્ટન હતા, પણ ગઈ કાલે કોચરૂપે તેમણે બૅન્ગલોરમાં જ મધ્ય પ્રદેશને અધૂરી રહેલી ઇચ્છા પૂરી કરી આપી છે. પંડિતના ‘ગુરુકુલ’ સ્ટાઇલની ‘માય વે ઑર હાઇવે’ કોચિંગ ફિલોસૉફીએ આ ટીમને વિજય અપાવ્યો છે. શિવાજી પાર્ક, આઝાદ મેદાન, ક્રૉસ મેદાનથી માંડીને દિલ્હી, કલકત્તા અને બૅન્ગલોરના મેદાન સુધીની પંડિતની સફર અવિસ્મરણીય રહી છે.
મધ્ય પ્રદેશમાં બે સ્ટાર્સ નહોતા
મધ્ય પ્રદેશે અવેશ ખાન અને વેન્કટેશ ઐયર જેવા સ્ટાર ખેલાડીઓ વિના પણ ચૅમ્પિયનપદ મેળવી બતાવ્યું છે. માત્ર રજત પાટીદારના રૂપમાં ટીમમાં આઇપીએલનો જાણીતો સ્ટાર ખેલાડી હતો જે બન્ને દાવમાં (૧૨૨ રન તથા ૩૦ અણનમ અને બે કૅચ) ખૂબ સારું રમ્યો.

રણજી સીઝનમાં સૌથી વધુ રન બનાવવા બદલ મૅન ઑફ ધ સિરીઝ તરીકે એક લાખ રૂપિયાના ઇનામી ચેક સાથે મુંબઈનો સરફરાઝ ખાન.

રણજી ૨૦૨૧-’૨૨ના ટૉપર્સ
બૅટિંગ
ખેલાડી    ટીમ    રન
સરફરાઝ ખાન    મુંબઈ    ૯૮૨
રજત પાટીદાર    મધ્ય પ્રદેશ    ૬૫૮
ચેતન બિશ્ટ    નાગાલૅન્ડ    ૬૨૩
યશ દુબે    મધ્ય પ્રદેશ    ૬૧૪
શુભમ શર્મા    મધ્ય પ્રદેશ    ૬૦૮
બોલિંગ
ખેલાડી    ટીમ    વિકેટ
શમ્સ મુલાની    મુંબઈ    ૪૫
કુમાર કાર્તિકેય    મધ્ય પ્રદેશ    ૩૨
શાહબાઝ નદીમ    ઝારખંડ    ૨૫
ગૌરવ યાદવ    મધ્ય પ્રદેશ    ૨૩
સત્યજિત બછાવ    મહારાષ્ટ્ર    ૨૧

27 June, 2022 03:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

ક્રિકેટ

News In Short: ઑસ્ટ્રેલિયાના તમામ ક્રિકેટરોનું શ્રીલંકામાં ડોનેશન

ઇનામી રકમ આર્થિક અને રાજકીય કટોકટીની અસર પામેલા શ્રીલંકાનાં અસરગ્રસ્ત બાળકો અને પરિવારોના લાભાર્થે દાનમાં આપી

12 August, 2022 12:53 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

ન્યુ ઝીલૅન્ડની એક જીતના ચાર મૅચ-વિનર્સ

બીજી ટી૨૦ (ભારતીય સમય મુજબ આવતી કાલે રાતે ૧૨.૦૦ વાગ્યાથી) રમાશે

12 August, 2022 12:52 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ

કેટલાક લોકોએ માની લીધેલું કે હું ભારતીય મૂળનો છું : રૉસ ટેલર

નિવૃત્ત કિવી ક્રિકેટરનો આત્મકથામાં ઘટસ્ફોટ : ન્યુ ઝીલૅન્ડની ક્રિકેટમાં હું રંગભેદ અને જાતિવાદનો શિકાર થયેલો

12 August, 2022 12:51 IST | New Delhi | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK