છેલ્લાં કેટલાંક વર્ષોથી ચાલી રહેલી આ પહેલને હાલમાં ભારતના વ્હીલચૅર ક્રિકેટર્સ અને વ્હીલચૅર ક્રિકેટ ઇન્ડિયા અસોસિએશને સોશ્યલ મીડિયા પર વધાવી લીધી છે.
ભારતીય વ્હીલચૅર ક્રિકેટ બોર્ડે LSGની દિવ્યાંગો માટેની પહેલને વધાવી લીધી
IPL દરમ્યાન ક્રિકેટ ઍક્શન અને મનોરંજનની સાથે કેટલીક સામાજિક પહેલથી લાખો ફૅન્સ પ્રભાવિત થઈ રહ્યા છે. IPL મૅચ દરમ્યાન લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) પોતાના હોમ ગ્રાઉન્ડ એકાના સ્ટેડિયમમાં ટિકિટ ખરીદીને આવેલા દિવ્યાંગ ફૅન્સ માટે સ્પેશ્યલ વ્હીલચૅર સ્ટૅન્ડ તૈયાર કરે છે, જેનાથી તેઓ કોઈ પણ મુશ્કેલી વગર મૅચનો આનંદ માણી શકે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ચાલી રહેલી આ પહેલને હાલમાં ભારતના વ્હીલચૅર ક્રિકેટર્સ અને વ્હીલચૅર ક્રિકેટ ઇન્ડિયા અસોસિએશને સોશ્યલ મીડિયા પર વધાવી લીધી છે.

