ગૌતમ ગંભીર અને વીરેન્દર સેહવાગ એલએલસીની અન્ય બે ટીમનું સુકાન સંભાળશે

હરભજન અને ઇરફાન ભારત વતી ઘણી મૅચ સાથે રમ્યા હતા.=
૧૬ સપ્ટેમ્બરે ભારતમાં યોજાનારી ચાર ટીમ વચ્ચેની લેજન્ડ્સ લીગ ક્રિકેટ (એલએલસી) ટી૨૦ સ્પર્ધામાં ભીલવાડા કિંગ્સ ટીમનું સુકાન ભૂતપૂર્વ ઑફ સ્પિનર હરભજન સિંહ સંભાળશે. આ જ સ્પર્ધાની મણિપાલ ટાઇગર્સ નામની ટીમની કૅપ્ટન્સી ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ઇરફાન પઠાણને સોંપવામાં આવી છે. ગૌતમ ગંભીર અને વીરેન્દર સેહવાગ એલએલસીની અન્ય બે ટીમનું સુકાન સંભાળશે.
હરભજન ૪૦૦ વિકેટ લેનાર ભારતનો પહેલો ઑફ સ્પિનર છે. રિસ્ટ સ્પિનર્સના યુગમાં ભજ્જીએ ફિંગર સ્પિનથી તરખાટ મચાવ્યો હતો. ભારત વતી તે ૧૦૩ ટેસ્ટ, ૨૩૬ વન-ડે અને ૨૮ ટી૨૦ રમ્યો હતો.
ઇરફાન પઠાણ ૨૦૦૭ના ટી૨૦ વર્લ્ડ કપ દરમ્યાન ‘મૅન ઑફ ધ મૅચ’ બન્યો હતો.