સાઉથ આફ્રિકાનો આ ભૂતપૂર્વ ઑલરાઉન્ડર કહે છે, ‘હું ગૌતમ ગંભીરના વિચાર સાથે ૧૦૦ ટકા સહમત છું. ઑલરાઉન્ડર તમારી ટીમને સંતુલન આપે છે. તે તમને ખૂબ ઊંડાણપૂર્વક બૅટિંગ કરવામાં મદદ કરે છે અને રમતની મધ્યમાં થોડા વધુ આક્રમક રીતે રમી શકે છે.
ગૌતમ ગંભીર અને જૅક કૅલિસ
ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીર લાંબા સમયથી બધા ફૉર્મેટમાં ઑલરાઉન્ડર પર આધાર રાખવા બદલ ટીકાનો સામનો કરી રહ્યો છે. જોકે અત્યાર સુધીના સૌથી મહાન ઑલરાઉન્ડર જૅક કૅલિસે આ બાબતે તેને ટેકો આપ્યો છે. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં તેણે સાઉથ આફ્રિકા માટે ૨૫,૫૩૪ રન કરવા ઉપરાંત ૫૭૭ વિકેટ પણ લીધી હતી.
સાઉથ આફ્રિકાનો આ ભૂતપૂર્વ ઑલરાઉન્ડર કહે છે, ‘હું ગૌતમ ગંભીરના વિચાર સાથે ૧૦૦ ટકા સહમત છું. ઑલરાઉન્ડર તમારી ટીમને સંતુલન આપે છે. તે તમને ખૂબ ઊંડાણપૂર્વક બૅટિંગ કરવામાં મદદ કરે છે અને રમતની મધ્યમાં થોડા વધુ આક્રમક રીતે રમી શકે છે. મને લાગે છે કે ઑલરાઉન્ડર કોઈ પણ ફૉર્મેટમાં ખરેખર મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને રમતના સૌથી ટૂંકા ફૉર્મેટમાં તે નિર્ણાયક ભૂમિકા ભજવે છે.’


