અજ્ઞાત ઇન્જરીને કારણે બહાર થયેલી ૧૭ વર્ષની જી. કમલિનીના સાથે સ્પિનર વૈષ્ણવી શર્માને ૩૦ લાખ રૂપિયામાં મુંબઈ ઇન્ડિયન્સમાં સામેલ કરવામાં આવી છે. મધ્ય પ્રદેશની ૨૦ વર્ષની વૈષ્ણની શર્મા અન્ડર-19 વિમેન્સ વર્લ્ડ કપ ચૅમ્પિયન છે.
જી. કમલિની અને વૈષ્ણવી શર્મા
ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે વિકેટકીપર-બૅટ્સમૅન જી. કમલિનીના સ્થાને ડાબોડી સ્પિનર વૈષ્ણવી શર્માને ટીમમાં સ્થાન આપ્યું છે. વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) 2026ની પાંચ મૅચમાં પાંચ કૅચ પકડવાની સાથે બે સ્ટમ્પિંગઆઉટ કરનાર વિકેટકીપર-બૅટ્સમેન જી. કમલિનીએ ૭૫ રન કર્યા હતા.
અજ્ઞાત ઇન્જરીને કારણે બહાર થયેલી ૧૭ વર્ષની જી. કમલિનીના સાથે સ્પિનર વૈષ્ણવી શર્માને ૩૦ લાખ રૂપિયામાં મુંબઈ ઇન્ડિયન્સમાં સામેલ કરવામાં આવી છે. મધ્ય પ્રદેશની ૨૦ વર્ષની વૈષ્ણની શર્મા અન્ડર-19 વિમેન્સ વર્લ્ડ કપ ચૅમ્પિયન છે. તેણે ડિસેમ્બર ૨૦૨૫માં ભારત માટે શ્રીલંકા સામે ડેબ્યુ કરીને પાંચ T20 મૅચમાં પાંચ વિકેટ ઝડપી હતી. વૈષ્ણવી શર્મા ઇન્ટરનૅશનલ બાદ WPL ડેબ્યુ પણ હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં જ કરતી જોવા મળશે.


