ઈડન ગાર્ડન્સમાં ૨૦૧૯થી નાઇટ રાઇડર્સ સામે ત્રણેય મૅચ જીત્યું છે રૉયલ્સ
પિચની ચકાસણી કરી રહેલો કોલકાતા નાઇટ રાઇડર્સનો કૅપ્ટન અજિંક્ય રહાણે.
IPL 2025ની ૫૩મી મૅચ આજે કલકત્તા નાઇટ રાઇડર્સ (KKR) અને રાજસ્થાન રૉયલ્સ (RR) વચ્ચે રમાશે. અજિંક્ય રહાણેની કૅપ્ટન્સીમાં આ સીઝનમાં સંઘર્ષ કરી રહેલા કલકત્તાને પ્લેઑફમાં પહોંચવા આગામી ચારેય મૅચ જીતવી પડશે, જ્યારે ટ્રોફી જીતવાની રેસમાંથી બહાર થયેલા રાજસ્થાનનો ટાર્ગેટ પોતાની બાકીની ચાર મૅચમાં પ્રતિષ્ઠા માટે રમીને અન્ય ટીમના પ્લેઑફના સમીકરણને બગાડવાનું રહેશે.
પ્રૅક્ટિસ દરમ્યાન રાજસ્થાનનો હેડ કોચ રાહુલ દ્રવિડ અને વૈભવ સૂર્યવંશી.
ADVERTISEMENT
સીઝનની પહેલી ટક્કરમાં કલકત્તાએ રાજસ્થાન સામે આઠ વિકેટે જીત મેળવી હતી. KKRની સૌથી મોટી ચિંતા ઘરઆંગણે તેનું નબળું પ્રદર્શન છે. ઈડન ગાર્ડન્સ એક સમયે તેનો ગઢ હતો, પરંતુ આ વખતે અત્યાર સુધી પાંચમાંથી માત્ર એક જ મૅચ જીતી શકી છે, જ્યારે પંજાબ કિંગ્સ સામેની આ મેદાનની છેલ્લી મૅચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ઈડન ગાર્ડન્સમાં રાજસ્થાન હોમ ટીમ કલકત્તા સામે ૨૦૧૯થી ત્રણેય મૅચ જીત્યું છે. આ મેદાન પર તેમની વચ્ચે ૧૧ ટક્કર થઈ છે જેમાંથી ૬ મૅચ કલકત્તાએ અને ચાર મૅચ રાજસ્થાને જીતી છે, જ્યારે એક મૅચ નો-રિઝલ્ટ રહી છે.
મૅચનો સમય
બપોરે 3.3૦ વાગ્યાથી


