જોકે સીએસકેએ હજી સુધી આ સમાચારની સત્તાવાર જાહેરાત કરી નથી.
કૈટરીના કૈફ
ક્રિકેટ અને બૉલીવુડ વચ્ચે દબદબો પહેલાંથી જ રહ્યો છે અને એ દિવસે-દિવસે વધુ મજબૂત થતો આવ્યો છે. આ બન્ને વચ્ચે સંબંધ વધુ મજબૂત કરવા કૅટરિના કૈફ મેદાન પર આવી છે. બૉલીવુડની ટૉપ અભિનેત્રી કૅટરિના કૈફ હવે ક્રિકેટ-જગતમાં પોતાનો પાવર બતાવતી જોવા મળશે. રિપોર્ટ્સ પ્રમાણે ઇન્ડિયન પ્રીમિયર લીગની સૌથી સફળ ટીમમાંની એક ચેન્નઈ સુપર કિંગ્સે કૅટરિના કૈફને પોતાની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે પસંદ કરી છે. કૅપ્ટન કુલની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સની દુનિયાભરમાં મોટી ફૅન ફૉલોઇંગ છે, પરંતુ હવે કૅટરિના કૈફના બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બન્યા બાદ ફૅન-ફૉલોઇંગમાં સતત વધારો જોવા મળશે. જોકે સીએસકેએ હજી સુધી આ સમાચારની સત્તાવાર જાહેરાત કરી નથી.
કૅટરિના કૈફે આઇપીએલ ૨૦૧૬ની ઓપનિંગ સૅરેમનીમાં અને આઇપીએલ ૨૦૧૮ની ક્લોઝિંગ સૅરેમનીમાં પર્ફોર્મ કર્યું હતું. કૅટરિના કૈફ ઘણી સીઝનમાં પ્રીતિ ઝિન્ટાની ટીમ પંજાબ કિંગ્સને સપોર્ટ કરવા મૅચ દરમ્યાન સ્ટેડિયમમાં જોવા મળી હતી તો ઘણી વાર રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરને સપોર્ટ કરતાં જોવા મળી હતી. એમ. એસ. ધોનીની ટીમ સીએસકેએ ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૮, ૨૦૨૧ અને ૨૨૦૨૩માં આઇપીએલ ટાઇટલ જીત્યું હતું.


