સરકાર ભવિષ્યમાં બનનારી ઘટનાઓને રોકવા માટે સ્ટેડિયમને સુરક્ષિત સ્થાન પર ખસેડવા સહિત લાંબા ગાળાના ઉકેલો શોધી રહી છે
RCBની ઉજવણી દરમ્યાન થયેલી નાસભાગની ફાઇલ તસવીર
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ની ઉજવણી દરમ્યાન થયેલી નાસભાગ બાદ કર્ણાટક સરકાર એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમને અન્યત્ર ખસેડવાનું વિચારી રહી છે. રાજ્યના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાએ જણાવ્યું હતું કે સરકાર ભવિષ્યમાં બનનારી ઘટનાઓને રોકવા માટે સ્ટેડિયમને સુરક્ષિત સ્થાન પર ખસેડવા સહિત લાંબા ગાળાના ઉકેલો શોધી રહી છે. બૅન્ગલોર જેવા વ્યાવસાયિક જિલ્લામાં સ્ટેડિયમ કેન્દ્રીય સ્થાનમાં હોવાથી હાઈ-પ્રોફાઇલ ઇવેન્ટ્સ દરમ્યાન ભીડ વ્યવસ્થાપન અને સલામતી વિશે ચિંતાઓ ઊભી થઈ છે.

