ક્રિકેટર્સની રિક્ષા-રાઇડ, જાડેજાની ફૅન મોમેન્ટ
કેન વિલિયમસન તેમની પત્ની અને દીકરી જોડે
ટેસ્ટ ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ ૩૨ સેન્ચુરી ફટકારનાર કેન વિલિયમસન હાલમાં ખુશખુશાલ જીવન જીવી રહ્યો છે. નંબર વન ટેસ્ટ ક્રિકેટર કેન વિલિયમસન ૩૩ વર્ષની ઉંમરે ત્રીજી વાર પિતા બન્યો છે. તેની પત્ની સારા રહીમે સુંદર દીકરીને જન્મ આપ્યો છે. ન્યુ ઝીલૅન્ડ ક્રિકેટ ટીમના કૅપ્ટન વિલિયમસન અને સારાએ સોશ્યલ મીડિયા પર એક સરસ ફોટો શૅર કરી સુંદર કૅપ્શન પણ લખી છે. આ પહેલાં સારા રહીમે ૨૦૧૯માં દીકરીને અને ૨૦૨૨માં દીકરાને જન્મ આપ્યો હતો. ૨૯ ફેબ્રુઆરીથી ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બે મૅચની ટેસ્ટ સિરીઝ શરૂ થશે.
જાડેજાની ફૅન મોમેન્ટ
ADVERTISEMENT

કૅપ્ટન કૂલ ધોની ગુજ્જુ ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને સર જાડેજા કે જડ્ડુ કહીને બોલાવે છે. જાડેજા પણ એમએસ ધોનીને ‘માહી ભાઈ’ કહીને આદર આપે છે. જાડેજાએ હાલમાં સોશ્યલ મીડિયા પર કેટલાક ફોટો શૅર કર્યા હતા. આ ફોટોમાં તે ધોનીના ફાર્મ હાઉસની બહાર પૉઝ આપતો જોવા મળ્યો. તેણે કૅપ્શનમાં લખ્યું છે, ‘લેજન્ડના ઘરની બહાર ફૅન તરીકે પૉઝ આપવાની મજા આવી.’
ક્રિકેટર્સની રિક્ષા-રાઇડ

૩૩ વર્ષનો સૂર્યકુમાર યાદવ હાલમાં ઈજાને કારણે ભારતીય ટીમમાંથી બહાર છે. તેણે પોતાની ફિટનેસ જર્નીનો એક વિડિયો શૅર કર્યો હતો. આ વિડિયોમાં તે ઝડપથી સ્વસ્થ થતો જોવા મળ્યો હતો. હાલમાં તેની એક ઇન્સ્ટાગ્રામ સ્ટોરી વાઇરલ થઈ રહી છે. આ સ્ટોરીમાં તે વિકેટકીપર-બૅટ્સમૅન ૩૦ વર્ષના જિતેશ શર્મા સાથે રિક્ષા-રાઇડનો આનંદ માણતો જોવા મળી રહ્યો છે. યુવા ક્રિકેટર્સ હાલમાં આઇપીએલની ૧૭મી સીઝન માટે તૈયારી કરી રહ્યા છે. સૂર્યકુમાર યાદવ મુંબઈ ઇન્ડિયન્સ અને જિતેશ શર્મા પંજાબ કિંગ્સ માટે રમતા જોવા મળશે.


