Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > એક સીઝનમાં સૌથી વધુ સિક્સરની લહાણી હવે રબાડાના નામે

એક સીઝનમાં સૌથી વધુ સિક્સરની લહાણી હવે રબાડાના નામે

Published : 28 May, 2026 03:01 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જોકે તેણે એક સીઝનમાં પચીસ કે એથી વધુ વિકેટની કમાલ ત્રીજી વાર કરીને ઇતિહાસ પણ રચ્યો

કૅગિસો રબાડા

કૅગિસો રબાડા


ગુજરાત ટાઇટન્સને પ્લેઑફમાં પહોંચાડવામાં તેમના ટૉપ-ઑર્ડર બૅટરોની સાથે ઓપનિંગ બોલિંગ જોડી કૅગિસો રબાડા અને મોહમ્મદ સિરાજનું મહત્ત્વનું યોગદાન છે. રબાડા ભુવનેશ્વર કુમાર સાથે જૉઇન્ટ હાઇએસ્ટ ૨૬ વિકેટ સાથે ટૉપમાં છે. મંગળવારે તેણે વેન્કટેશ ઐયર અને કૃણાલ પંડ્યાની વિકેટ લઈને એક અનોખો રેકૉર્ડ તેના નામે કરી લીધો હતો. IPLની એક સીઝનમાં પચીસથી વધુ વિકેટની કમાલ ત્રણ-ત્રણ વાર કરનાર તે પ્રથમ બોલર બની ગયો હતો. રબાડાએ ૨૦૧૯ અને ૨૦૨૦માં દિલ્હી કૅપિટલ્સ અને ૨૦૨૬માં ગુજરાત ટાઇટન્સ વતી આવું કર્યું હતું. આ ઉપરાંત બે અલગ-અલગ ટીમ માટે એક સીઝનમાં પચીસથી વધુ વિકેટ લેનાર પણ તે પ્રથમ બોલર બની ગયો હતો. જોકે બીજી ઇનિંગ્સમાં ભુવનેશ્વર કુમારે પણ તેની બરોબરી કરી લીધી હતી.

એક સીઝનમાં સૌથી વધુ
સિક્સર આપનાર બોલરો

ખેલાડી

સિક્સર

વર્ષ

કૅગિસો રબાડા

૩૫

૨૦૨૬

અંશુલ કમ્બોજ

૩૪

૨૦૨૬

રાશિદ ખાન

૩૩

૨૦૨૫

મોહમ્મદ સિરાજ

૩૧

૨૦૨૨

યુઝવેન્દ્ર ચહલ

૩૦

૨૦૨૪



આવી કમાલ સાથે એક નામોશીભર્યો રેકૉર્ડ પણ રબાડાના નામે થઈ ગયો છે. મંગળવારે બૅન્ગલોરના બૅટરોએ રબાડાની બોલિંગમાં ચાર સિક્સર ફટકારતાં આ સીઝનમાં તેની બોલિંગમાં સિક્સરનો આંકડો ૩૫ થઈ ગયો હતો, જે એક સીઝનમાં કોઈ બોલર સામેની હાઇએસ્ટ સિક્સરો છે. થોડા દિવસ પહેલાં જ ચેન્નઈના બોલર અંશુલ કમ્બોજે ૩૪ સિક્સર સાથે બનાવેલો ભૂંડો રેકૉર્ડ હવે રબાડાના નામે થઈ ગયો છે. 


Whatsapp-channel Whatsapp-channel

28 May, 2026 03:01 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK