અમનજોત કૌર, રેણુકા સિંહ ઠાકુર અને સાયલી સાતઘરેની T20 ટીમમાં વાપસી થઈ છે. ઘૂંટણની ઇન્જરીને કારણે લૉર્ડ્સમાં ઐતિહાસિક મૅચ ગુમાવનાર પ્રતીકા રાવલની ટેસ્ટ-સ્ક્વૉડમાં વાપસી થઈ છે.
જેમિમા રૉડ્રિગ્સ
સાઉથ આફ્રિકાની ડિસેમ્બરની મલ્ટિ-ફૉર્મેટ ટૂર માટે ભારતીય વિમેન્સ ટીમોની જાહેરાત ગઈ કાલે કરવામાં આવી. ટેસ્ટ-ક્રિકેટ, વન-ડે માટે ૧૫-૧૫ સભ્યોની અને T20 ફૉર્મેટ માટે ૧૭ સભ્યોની સ્ક્વૉડની જાહેરાત કરવામાં આવી છે. હૅમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે ૩ મહિના ક્રિકેટથી દૂર રહેલી મુંબઈની જેમિમા રૉડ્રિગ્સને ત્રણેય સ્ક્વૉડમાં સ્થાન મળ્યું છે. તેણે એશિયા કપ, એશિયન ગેમ્સ જેવી ટુર્નામેન્ટ મિસ કરી હતી.
અમનજોત કૌર, રેણુકા સિંહ ઠાકુર અને સાયલી સાતઘરેની T20 ટીમમાં વાપસી થઈ છે. ઘૂંટણની ઇન્જરીને કારણે લૉર્ડ્સમાં ઐતિહાસિક મૅચ ગુમાવનાર પ્રતીકા રાવલની ટેસ્ટ-સ્ક્વૉડમાં વાપસી થઈ છે.
