મુંબઈ ઑન પેપર ‘સુપરહિટ’, ખરાબ મૅનેજમેન્ટને કારણે મેદાન પર રહી ‘સુપર ફ્લૉપ’
ઇરફાન પઠાણ
પ્લેઑફની રેસમાંથી બહાર થયેલી મુંબઈ ઇન્ડિયન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024માં ખરાબ પ્રદર્શનને કારણે ટ્રોલિંગનો સામનો કરી રહી છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણે વિડિયો શૅર કરીને હાર્દિક પંડ્યાની કૅપ્ટન્સી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘મુંબઈ ઇન્ડિયન્સ ઑન પેપર ઘણી સારી ટીમ હતી, પરંતુ આ ટીમને યોગ્ય રીતે મૅનેજ કરવામાં નથી આવી. ક્રિકેટમાં કૅપ્ટન્સીનો ઘણો પ્રભાવ છે, ટીમનું સંચાલન ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ખેલાડીઓ કૅપ્ટનનું સન્માન કરે એ ખૂબ જ જરૂરી છે.’
સીઝનની શરૂઆતથી જ હાર્દિક પંડ્યાને કૅપ્ટન બનાવવાના નિર્ણયને કારણે મુંબઈની ટીમ બે ગ્રુપમાં વહેંચાયેલી જોવા મળી હતી, જેની અસર મેદાન પર ખેલાડીઓના પ્રદર્શન પર જોવા મળી હતી. મુંબઈની ટીમ વર્તમાન સીઝનમાં ૧૧માંથી માત્ર ૩ મૅચ જીતી શકી છે.