અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજના ડબલ-હેડરની બીજી મૅચ રમાશે. IPL 2026ની નવમી મૅચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે રમાશે. રાજસ્થાને ચેન્નઈ સુપર કિંગ્સ સામે ૧૨૮ રનનો સરળ ટાર્ગેટ ચેઝ કરીને સીઝનની શાનદાર શરૂઆત કરી હતી.
અમદાવાદમાં પ્રૅક્ટિસ-સેશન દરમ્યાન પ્રોફેશનલ કૅમેરા પર હાથ અજમાવતો જોવા મળ્યો વૈભવ સૂર્યવંશી
અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આજના ડબલ-હેડરની બીજી મૅચ રમાશે. IPL 2026ની નવમી મૅચ ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે રમાશે. રાજસ્થાને ચેન્નઈ સુપર કિંગ્સ સામે ૧૨૮ રનનો સરળ ટાર્ગેટ ચેઝ કરીને સીઝનની શાનદાર શરૂઆત કરી હતી. ગુજરાત પોતાની પહેલી મૅચમાં પંજાબ કિંગ્સ સામે ૧૬૩ રનનો ટાર્ગેટ ડિફેન્ડ કરવામાં નિષ્ફળતા મળી હોવાથી ૩ વિકેટે હાર્યું હતું. વર્તમાન સીઝનના યંગેસ્ટ કૅપ્ટન્સ રિયાન પરાગ (૨૪ વર્ષ) અને શુભમન ગિલ (૨૬ વર્ષ)ની કૅપ્ટન્સી પર સૌની નજર રહેશે.
૧૫ વર્ષનો વૈભવ સૂર્યવંશી આજે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ-સ્ટેડિયમમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહેશે. ચેન્નઈ સામે ૧૫ બૉલની ફિફ્ટી ફટકારીને આવેલા વૈભવ સૂર્યવંશીએ પોતાની પહેલી IPL સદી ગુજરાત ટાઇટન્સ સામે ૨૦૨૫ની ૨૮ એપ્રિલે જયપુરમાં ફટકારી હતી. ૨૬૫.૭૯ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને તેણે ૩૫ બૉલમાં ગુજરાતના બોલિંગ-યુનિટ સામે સદી ફટકારી હતી. તેણે ૩૮ બૉલમાં ૭ ફોર અને ૧૧ સિક્સરની મદદથી ૧૦૧ રન કર્યા હતા.
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ગુજરાતની ટીમ ૨૦૨૨થી ૨૩માંથી ૧૩ મૅચ જીત્યું છે અને ૧૦ મૅચ હાર્યું છે. રાજસ્થાન અહીં ૨૦૧૦થી ૧૭ મૅચ રમ્યું છે, એમાંથી ૧૦ જીત્યું છે અને ૭ હાર્યું છે. બન્ને વચ્ચે આ મેદાન પર ૩ મૅચ રમાઈ છે, એમાંથી ગુજરાત બે અને રાજસ્થાન એક મૅચ જીત્યું છે. છેલ્લી સીઝનમાં ગુજરાત પોતાના હોમગ્રાઉન્ડ પર સાતમાંથી ૪ મૅચ જીત્યું હતું અને અંતિમ બે મૅચ સહિતની ૩ મૅચ હાર્યું હતું.
બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ
મૅચ : ૮
ગુજરાતની જીત : ૬
રાજસ્થાનની જીત : ૨
IPLની દરેક મૅચ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા લાંબા વાળ કપાવી નાખ્યા છે રવીન્દ્ર જાડેજાએ
ADVERTISEMENT
રાજસ્થાન રૉયલ્સના ૩૭ વર્ષના ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પોતાના નવા લુક વિશે મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. નવી સીઝનની પહેલી મૅચમાં પોતાની જૂની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ સામે તે લાંબા વાળને બદલે નાના વાળા અને ભરાવદાર દાઢીમાં જોવા મળ્યો હતો.
હેરસ્ટાઇલ અને દેખાવ વિશે વાત કરતાં રવીન્દ્ર જાડેજાએ કહ્યું હતું કે ‘IPL મૅચો અઢી મહિના સુધી સતત રમાશે એટલે બહાર જવાનો કોઈ પ્લાન નથી. એથી મેં ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું. જો હું મારા વાળ પર ધ્યાન કેન્દ્રિત નહીં કરું તો હું પ્રૅક્ટિસ અને મૅચો પર વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકીશ.’
T20 ક્રિકેટના નંબર વન બોલર રાશિદ ખાને અમદાવાદની જુમા મસ્જિદની મુલાકાત લીધી

ગુજરાત ટાઇટન્સની નવી સીઝનની પહેલી હોમમૅચ પહેલાં સ્પિનર રાશિદ ખાને અમદાવાદની જુમા મસ્જિદની મુલાકાત લીધી હતી. તેણે અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં આવેલી આ ઐતિહાસિક મસ્જિદમાં નમાજ પણ અદા કરી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રાશિદ ખાનની એક ઝલક મેળવવાનો ઉત્સાહ ફૅન્સમાં જોવા મળ્યો હતો. ૨૭ વર્ષનો આ અફઘાની સ્પિનર વન-ડે અને T20 ઇન્ટરનૅશનલનો નંબર વન બોલર છે. T20 ક્રિકેટમાં તેણે હાઇએસ્ટ ૭૦૩ વિકેટ લીધી છે.
