Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPLમાં ૧૫૦+ની ઇનિંગ્સ રમનાર પહેલો ભારતીય બન્યો કે. એલ. રાહુલ

IPLમાં ૧૫૦+ની ઇનિંગ્સ રમનાર પહેલો ભારતીય બન્યો કે. એલ. રાહુલ

Published : 26 April, 2026 08:19 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય તરીકે હાઇએસ્ટ ૧૫૨ રનનો વ્યક્તિગત સ્કોર પણ કર્યો T20માં

દિલ્હી કૅપિટલ્સના ઓપનર કે. એલ. રાહુલે ગઈ કાલે પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું હતું

દિલ્હી કૅપિટલ્સના ઓપનર કે. એલ. રાહુલે ગઈ કાલે પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું હતું


દિલ્હી કૅપિટલ્સના ઓપનર કે. એલ. રાહુલે ગઈ કાલે પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું હતું. IPLમાં ૪૭ બૉલમાં પોતાની અને દિલ્હી માટેની ફાસ્ટેસ્ટ સદી ફટકાર્યા બાદ તેણે વીસમી ઓવર સુધી રમીને પોતાનો સ્કોર ૬૭ બૉલમાં ૧૫૨ રનનો કર્યો હતો. અગાઉ ભારતીય તરીકે તિલક વર્મા ૨૦૨૪માં હૈદરાબાદ તરફથી મેઘાલય સામે ૧૫૧ રનની સૌથી મોટી ઇનિંગ્સ રમ્યો હતો. 
૧૫૨ રનનો સ્કોર દિલ્હી કૅપિટલ્સ તરફથી કોઈ પણ બૅટરનો સૌથી મોટો સ્કોર છે. અગાઉ રિષભ પંતે ૨૦૧૮માં હૈદરાબાદ સામે નૉટઆઉટ ૧૨૮ રન કર્યા હતા. દિલ્હી માટે હાઇએસ્ટ બે સદી ફટકારવાના મામલે તેણે શિખર ધવન અને ડેવિડ વૉર્નરની બરાબરી કરી છે. IPLમાં ભારતીય તરીકે ૧૫૦+ની ઇનિંગ્સ રમનાર કે. એલ. રાહુલ પહેલો ભારતીય છે. અગાઉ વેસ્ટ ઇન્ડીઝના ક્રિસ ગેઇલે ૨૦૧૩માં ૧૭૫ રન અને ૨૦૦૮માં ન્યુ ઝીલૅન્ડના બ્રેન્ડન મૅક્લમે ૧૫૮ રન કર્યા હતા. ભારતીય તરીકે અભિષેક શર્માએ ૨૦૨૫માં ૧૪૧ રન કર્યા હતા.

IPL ઇનિંગ્સમાં 25 હાઇએસ્ટ બાઉન્ડરી ફટકારી ભારતીય બૅટર તરીકે કે. એલ. રાહુલે. યશસ્વી જાયસવાલનો ૨૦૨૩નો ૨૪ બાઉન્ડરીનો રેકૉર્ડ તોડ્યો. 

કે.એલ.રાહુલનું પ્રદર્શન

રન

૧૫૨

બૉલ

૬૭

ફોર

૧૬

સિક્સ

સ્ટ્રાઈક રેટ

૨૨૬.૮૭

IPLમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે રાહુલે ત્રીજા ક્રમે જૉઇન્ટ્લી ક્રિસ ગેઇલની ૬ સેન્ચુરીની બરાબરી કરી છે. વિરાટ કોહલી ૮ સદી અને જૉસ બટલર ૭ સદી સાથે રેસમાં સૌથી આગળ છે. T20માં પોતાની આઠમી સદી ફટકારીને હારેલી મૅચમાં કે. એલ. રાહુલ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

26 April, 2026 08:19 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK