બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોટી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામેની મૅચમાં સ્લો ઓવરરેટ બદલ રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન સહિત પ્લેયર્સને પણ દંડ થયો છે. આ સીઝનમાં રાજસ્થાન દ્વારા બીજી વાર સ્લો ઓવરરેટના ગુના બદલ કૅપ્ટન તરીકે સંજુ સૅમસનને ૨૪ લાખનો દંડ થયો છે.
સંજુ સૅમસન
બુધવારે અમદાવાદના નરેન્દ્ર મોટી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામેની મૅચમાં સ્લો ઓવરરેટ બદલ રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન સહિત પ્લેયર્સને પણ દંડ થયો છે. આ સીઝનમાં રાજસ્થાન દ્વારા બીજી વાર સ્લો ઓવરરેટના ગુના બદલ કૅપ્ટન તરીકે સંજુ સૅમસનને ૨૪ લાખ રૂપિયાનો દંડ થયો છે, જ્યારે ઇમ્પૅક્ટ પ્લેયર સહિત પ્લેઇંગ ઇલેવનના અન્ય પ્લેયર્સને ૬ લાખ રૂપિયા અથવા પચીસ ટકા મૅચ-ફીનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સીઝનમાં જો રાજસ્થાનની ટીમ દ્વારા ત્રીજી વાર નિર્ધારિત સમયમાં ઓવર્સ ખતમ કરવામાં નહીં આવે તો નવા નિયમો બદલ કૅપ્ટન સંજુ સૅમસને એક મૅચના પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે.

