બૅન્ગલોરે પાંચ વિકેટ ગુમાવીને ૨૧૩ રન કર્યા, એટલી જ વિકેટે ૨૧૧ રન બનાવીને ચેન્નઈ માત્ર બે રને હાર્યું
શેફર્ડે ૧૪ બૉલમાં ૫૩ રન ફટકાર્યા હતા.
IPL 2025ની બાવનમી મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુએ ચેન્નઈ સુપર કિંગ્સ સામે માત્ર બે રને જીત મેળવી છે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની ૧૦૦મી IPL મૅચમાં ટૉસ હારીને પહેલાં બૅટિંગ કરનાર બૅન્ગલોરે રોમારિયો શેફર્ડની ૧૪ બૉલની ફિફ્ટીના આધારે પાંચ વિકેટ ગુમાવીને ૨૧૩ રન ખડકી દીધા હતા. ૨૫૦મી IPL રમી રહેલા ચેન્નઈ આયુષ મ્હાત્રે અને રવીન્દ્ર જાડેજાની ૧૧૪ રનની પાર્ટનરશિપના આધારે પાંચ વિકેટે ૨૧૧ રન કરી શક્યું હતું. ચેન્નઈ ૨૦૧૮ બાદ ૧૮૦ રનનો ટાર્ગેટ ચેઝ કરી શક્યું નથી.
IPLમાં પોતાની પહેલી ફિફ્ટી ફટકારનાર જેકબ બેથેલ (૩૩ બૉલમાં પંચાવન રન) સાથે વિરાટ કોહલી (૩૩ બૉલમાં ૬૫ રન)એ ૯૭ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. પાંચ-પાંચ ચોગ્ગા અને છગ્ગા ફટકારનાર કોહલીએ બૅન્ગલોર માટે ૩૦૦ પ્લસ T20 સિક્સર ફટકારવાની સાથે ચેન્નઈ સામે હાઇએસ્ટ ૧૦ ફિફ્ટી ફટકારવાનો રેકૉર્ડ પણ કર્યો હતો, પરંતુ મિડલ ઓવર્સમાં ફાસ્ટ બોલર મથીશા પથિરાના (૩૬ બૉલમાં ત્રણ વિકેટ)ની ધારદાર બોલિંગને કારણે ૩૬ રનની અંદર ચાર વિકેટ પડતાં બૅન્ગલોરની રનની ગતિ પર બ્રેક લાગી હતી.
ADVERTISEMENT
સાતમા ક્રમે આવેલા ઑલરાઉન્ડર રોમારિયો શેફર્ડે ૩૭૮.૫૭ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરતાં ચાર ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી ૧૪ બૉલમાં અણનમ ૫૩ રન ફટકારી ટીમનો સ્કોર ૨૦૦ રનને પાર પહોંચાડ્યો હતો. ૧૪ બૉલમાં IPLની સંયુક્ત બીજી ફાસ્ટેસ્ટ ફિફ્ટી કરનાર રોમારિયોએ ચેન્નઈના ફાસ્ટ બોલર ખલીખ અહમદ (ત્રણ ઓવરમાં ૬૫ રનમાં ઝીરો વિકેટ)ની ૧૯મી ઓવરમાં ૩૩ રન ઝૂ઼ડી કાઢ્યા હતા.
મુંબઈના ૧૭ વર્ષના આયુષ મ્હાત્રેએ ૯ ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી ૪૮ બૉલમાં ૯૪ રન ફટકારીને ચેન્નઈ માટે રન-ચેઝ સરળ બનાવી દીધો હતો. તેણે ત્રીજી વિકેટ માટે રવીન્દ્ર જાડેજા (૪૫ બૉલમાં ૭૭ રન અણનમ) સાથે ૬૪ બૉલમાં ૧૧૪ રનની પાર્ટનરશિપ કરી હતી. જાડેજાએ મહેન્દ્ર સિંહ ધોની (૮ બૉલમાં ૧૨ રન) સાથે પાંચમી વિકેટ માટે ૨૯ રનની ભાગીદારી કરી હતી. અંતિમ ઓવરમાં શિવમ દુબે (ત્રણ બૉલમાં ૮ રને અણનમ) જેવા પાવરહિટર હોવા છતાં ચેન્નઈ જીતવા માટે જરૂરી ૧૫ રન કરી શક્યું નહોતું. બૅન્ગલોર માટે ફાસ્ટ બોલર લુંગી એન્ગીડી (૩૦ રનમાં ૩ વિકેટ) સૌથી સફળ રહ્યો હતો. બૅન્ગલોરે આ મૅચમાં ત્રણથી ચાર કૅચ છોડ્યા હતા.
|
IPLમાં કોણ કેટલા પાણીમાં? |
||||||
|
ટીમ |
મૅચ |
જીત |
હાર |
નો-રિઝલ્ટ |
નેટ રન-રેટ |
પૉઇન્ટ |
|
બૅન્ગલોર |
૧૧ |
૮ |
૩ |
૦ |
+૦.૪૮૨ |
૧૬ |
|
મુંબઈ |
૧૧ |
૭ |
૪ |
૦ |
+૧.૨૭૪ |
૧૪ |
|
ગુજરાત |
૧૦ |
૭ |
૩ |
૦ |
+૦.૮૬૭ |
૧૪ |
|
પંજાબ |
૧૦ |
૬ |
૩ |
૧ |
+૦.૧૯૯ |
૧૩ |
|
દિલ્હી |
૧૦ |
૬ |
૪ |
૦ |
+૦.૩૬૨ |
૧૨ |
|
લખનઉ |
૧૦ |
૫ |
૫ |
૦ |
-૦.૩૨૫ |
૧૦ |
|
કલકત્તા |
૧૦ |
૪ |
૫ |
૧ |
૦.૨૭૧ |
૯ |
|
રાજસ્થાન |
૧૧ |
૩ |
૮ |
૦ |
-૦.૭૮૦ |
૬ |
|
હૈદરાબાદ |
૧૦ |
૩ |
૭ |
૦ |
-૧.૧૯૨ |
૬ |
|
ચેન્નઈ |
૧૧ |
૨ |
૯ |
૦ |
-૧.૧૧૭ |
૪ |


