Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPLમાં બન્ને હાથથી બોલિંગ કરનાર પહેલો બોલર બન્યો કામિન્દુ મેન્ડિસ

IPLમાં બન્ને હાથથી બોલિંગ કરનાર પહેલો બોલર બન્યો કામિન્દુ મેન્ડિસ

Published : 05 April, 2025 02:18 PM | Modified : 06 April, 2025 07:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મૅચમાં એક ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૨૦ બૉલમાં ૨૭ રનની ઇનિંગ્સ પણ રમ્યો હતી. હૈદરાબાદે મેગા ઑક્શનમાં ૨૬ વર્ષના આ ક્રિકેટરને ૭૫ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

કામિન્દુ મેન્ડિસ

કામિન્દુ મેન્ડિસ


શ્રીલંકાના સ્પિન ઑલરાઉન્ડર કામિન્દુ મેન્ડિસે ગુરુવારે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી IPL ડેબ્યુ કરીને એક શાનદાર સિદ્ધિ મેળવી હતી. તે ૨૦૦૮થી રમાતી IPL ટુર્નામેન્ટમાં બન્ને હાથથી બોલિંગ કરનાર પહેલવહેલો બોલર બની ગયો છે. તેણે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ૧૩મી ઓવરમાં બન્ને હાથથી ત્રણ-ત્રણ બૉલ ફેંક્યા હતા. તેણે મૅચ દરમ્યાન કરેલી આ એકમાત્ર ઓવરમાં ચાર રન આપીને ઓપનર અંગક્રિશ રઘુવંશી (૩૨ બૉલમાં ૫૦ રન)ને કૅચઆઉટ કરાવ્યો હતો. તે આ મૅચમાં એક ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૨૦ બૉલમાં ૨૭ રનની ઇનિંગ્સ પણ રમ્યો હતી. હૈદરાબાદે મેગા ઑક્શનમાં ૨૬ વર્ષના આ ક્રિકેટરને ૭૫ લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

06 April, 2025 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK