દિલ્હી કૅપિટલ્સ માટે પાવરપ્લેમાં ફિફ્ટી ફટકારનાર પહેલો ભારતીય બૅટર પણ બની ગયો. મુંબઈ ઇન્ડિયન્સ સામે દિલ્હી કૅપિટલ્સ તરફથી ૮૯ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. ઑલમોસ્ટ ત્રણ વર્ષ બાદ IPLમાં વાપસી કરનાર કરુણ નાયરે કેટલાક મોટા રેકૉર્ડ પોતાને નામે કર્યા છે.
કરુણ નાયર પત્ની સનાયા ટંકારીવાલા, દીકરા કયાન અને દીકરી સમારા સાથે કૅમેરામાં કેદ કરાવી યાદગાર ક્ષણ
રાજસ્થાનમાં જન્મેલા ૩૩ વર્ષના બૅટર કરુણ નાયરે રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે દિલ્હી કૅપિટલ્સ તરફથી ૮૯ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. ઑલમોસ્ટ ત્રણ વર્ષ બાદ
IPLમાં વાપસી કરનાર કરુણ નાયરે કેટલાક મોટા રેકૉર્ડ પોતાને નામે કર્યા છે. ૨૦૧૩માં બૅન્ગલોર તરફથી ડેબ્યુ કરનાર આ પ્લેયર રાજસ્થાન અને પંજાબ બાદ દિલ્હી માટે પણ ત્રીજી વાર IPL સીઝનમાં ભાગ લઈ રહ્યો છે. ૭૭ IPL મૅચ રમનાર કરુણે સાત વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં ફિફ્ટી ફટકારીને શાનદાર વાપસી કરી હતી.
કરુણે પાવરપ્લે દરમ્યાન ત્રીજા ક્રમે આવીને બાવીસ બૉલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. તે દિલ્હી માટે IPLના પાવરપ્લેમાં ફિફ્ટી ફટકારનાર પહેલો ભારતીય બૅટર બન્યો છે. ઇમ્પૅક્ટ પ્લેયર બનીને મેદાનમાં ઊતરીને તેણે ૪૦ બૉલમાં ૮૯ રન ફટકારીને ભારતીય તરીકે સૌથી મોટી ઇનિંગ્સ રમવાનો રેકૉર્ડ કર્યો છે. તેણે પોતાનો IPLનો હાઇએસ્ટ ૮૯ રનનો સ્કોર કરીને આ લિસ્ટમાં મુંબઈના રોહિત શર્માનો ૨૦૨૪નો લખનઉ સુપર જાયન્ટ્સ સામેનો ૬૮ રનનો રેકૉર્ડ તોડ્યો છે.
અરુણ જેટલી સ્ટેડિયમમાં રવિવારે મજબૂત માઇન્ડસેટ સાથે આત્મવિશ્વાસથી ભરેલી ઇનિંગ્સ રમનાર કરુણ નાયર ભારતીય ટીમ માટે ૬ ટેસ્ટ-મૅચ અને બે વન-ડે મૅચ રમ્યો છે, પણ માર્ચ ૨૦૧૭ બાદ ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં વાપસી કરી શક્યો નથી.
T20 ફૉર્મેટમાં જસપ્રીત બુમરાહ સામે સૌથી વધુ રન ફટકાર્યા કરુણ નાયરે
દિલ્હી કૅપિટલ્સના બૅટર કરુણ નાયરે મુંબઈ ઇન્ડિયન્સ સામેની મૅચ દરમ્યાન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ સામે નવ બૉલમાં ૨૬ રન ફટકાર્યા હતા. બુમરાહ સામે ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા મારનાર કરુણ નાયર T20 ફૉર્મેટમાં જસપ્રીત બુમરાહ સામે સૌથી વધુ રન ફટકારનાર બૅટર પણ બન્યો છે. બુમરાહની ઓવરમાં બે રન દોડવાના ચક્કરમાં કરુણ તેની સાથે અથડાયો હતો. મૅચ બાદ તેમની વચ્ચે આ બાબતે રકઝક થતી જોવા મળી હતી.
કરુણ નાયરનું પ્રદર્શન |
|
રન |
૮૯ |
બૉલ |
૪૦ |
ચોગ્ગા |
૧૨ |
છગ્ગા |
૦૫ |
સ્ટ્રાઇક-રેટ |
૨૨૨.૫૦ |
ADVERTISEMENT
2520 - આટલા દિવસનું અંતર હતું કરુણની બે ફિફ્ટી વચ્ચે, IPLમાં બે ફિફ્ટી વચ્ચે સૌથી મોટા ગૅપનો રેકૉર્ડ બન્યો.
IPLમાં ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે સૌથી મોટી ઇનિંગ્સ |
|
જૉસ બટલર (રાજસ્થાન) |
૨૦૨૪માં કલકત્તા સામે ૧૦૭ રન |
કરુણ નાયર (દિલ્હી) |
૨૦૨૫માં મુંબઈ સામે ૮૯ રન |
રોહિત શર્મા (મુંબઈ) |
૨૦૨૪માં લખનઉ સામે ૬૮ રન |
આશુતોષ શર્મા (દિલ્હી) |
૨૦૨૫માં લખનઉ સામે ૬૬ રન |
સંજુ સૅમસન (રાજસ્થાન) |
૨૦૨૫માં હૈદરાબાદ સામે ૬૬ રન |

