MI વર્તમાન IPL સીઝનમાં પાંચમાંથી માત્ર એક મૅચ જીત્યું છે, પણ આ ટીમનો કૅપ્ટન હાર્દિક પંડ્યા બૉલ અને બૅટથી શાનદાર પ્રદર્શન કરીને મોટા રેકૉર્ડ બનાવી રહ્યો છે. બૅન્ગલોર સામે સ્ટાર બૅટર વિરાટ કોહલી અને લિયામ લિવિંગસ્ટનની વિકેટ લઈ પોતાની ૨૦૦ T20 વિકેટ લીધી
હાર્દિક પંડયા
|
IPLમાં કૅપ્ટન તરીકે સૌથી વધુ વિકેટ |
|
|
શેન વૉર્ન (રાજસ્થાન) |
૫૪ ઇનિંગ્સમાં ૫૭ વિકેટ |
|
હાર્દિક પંડ્યા (મુંબઈ/ગુજરાત) |
૩૭ ઇનિંગ્સમાં ૩૨ વિકેટ |
|
અનિલ કુંબલે (બૅન્ગલોર) |
૨૬ ઇનિંગ્સમાં ૩૦ વિકેટ |
|
આર. અશ્વિન (પંજાબ) |
૨૮ ઇનિંગ્સમાં ૨૫ વિકેટ |
|
પેટ કમિન્સ (હૈદરાબાદ) |
૨૧ ઇનિંગ્સમાં ૨૨ વિકેટ |
મુંબઈ ઇન્ડિયન્સ વર્તમાન IPL સીઝનમાં પાંચમાંથી માત્ર એક મૅચ જીત્યું છે, પણ આ ટીમનો કૅપ્ટન હાર્દિક પંડ્યા બૉલ અને બૅટથી શાનદાર પ્રદર્શન કરીને મોટા રેકૉર્ડ બનાવી રહ્યો છે. વાનખેડે સ્ટેડિયમમાં બૅન્ગલોર સામે સ્ટાર બૅટર વિરાટ કોહલી અને લિયામ લિવિંગસ્ટનની વિકેટ લઈને તેણે પોતાની ૨૦૦ T20 વિકેટ પૂરી કરી હતી.
આ બે વિકેટ સાથે તે ટુર્નામેન્ટમાં કૅપ્ટન તરીકે ૩૦ પ્લસ વિકેટ લેનાર પહેલો ભારતીય અને ઓવરઑલ બીજો બોલર બની ગયો છે. હાર્દિકે ૩૨ વિકેટ લઈને ભારતીય કૅપ્ટન તરીકે સૌથી વધુ IPL વિકેટ લેનાર અનિલ કુંબલેનો ૩૦ વિકેટનો રેકૉર્ડ તોડ્યો હતો. હાર્દિકે ગુજરાત ટાઇટન્સ માટે ૧૧ વિકેટ અને મુંબઈ માટે ૨૧ વિકેટ ઝડપીને આ રેકૉર્ડ કર્યો છે. હાર્દિક હવે મહાન ઑસ્ટ્રેલિયન સ્પિનર શેન વૉર્નથી પાછળ છે, જેણે રાજસ્થાન રૉયલ્સના કૅપ્ટન તરીકે ૨૦૦૮થી ૨૦૧૧ દરમ્યાન ૫૭ વિકેટ લેવાનો રેકૉર્ડ કર્યો હતો.


