IPLના સત્તાવાર નિવેદન અનુસાર આ નામ ક્રિકેટ-ફૅન્સ દ્વારા સોશ્યલ મીડિયા પર મળેલા વોટના આધારે રાખવામાં આવ્યું છે.
IPL 2025: Cricket Fans names Broadcasting Robot Dog Champak on online poll
IPLમાં ૧૩ એપ્રિલની મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કૅપિટલ્સની મૅચમાં બ્રૉડકાસ્ટિંગ ટીમે મેદાન પર રોબો-ડૉગની ધમાકેદાર એન્ટ્રી કરાવી હતી. પ્લેયર્સ અને ફૅન્સના રીઍક્શનને નજીકથી બતાવી તેમની સાથે મસ્તી કરતા આ રોબો-ડૉગને ચંપક નામ મળ્યું છે. IPLના સત્તાવાર નિવેદન અનુસાર આ નામ ક્રિકેટ-ફૅન્સ દ્વારા સોશ્યલ મીડિયા પર મળેલા વોટના આધારે રાખવામાં આવ્યું છે. આ નામ સાંભળીને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ સિરિયલના ફૅન્સ વધારે ખુશ થયા હતાં, કારણ કે એમાં જેઠાલાલ ગડાના પપ્પાનું નામ પણ ચંપક છે.

