Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 ક્રિકેટમાં ૩૫૦ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો યુઝવેન્દ્ર ચહલ

T20 ક્રિકેટમાં ૩૫૦ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો યુઝવેન્દ્ર ચહલ

09 May, 2024 06:40 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPLના ઇતિહાસમાં ૩ વખત વીસથી ઓછા બૉલમાં ફિફટી ફટકારનાર પ્રથમ બૅટર બન્યો જેક ફ્રેઝર મૅક્‍ગર્ક

યુઝવેન્દ્ર ચહલ

IPL 2024

યુઝવેન્દ્ર ચહલ


ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૫૬મી મૅચમાં દિલ્હી કૅપિટલ્સના હોમગ્રાઉન્ડ પર રાજસ્થાન રૉયલ્સ ૨૦ રનથી હારી ગયું હતું. દિલ્હી કૅપિટલ્સે જેક ફ્રેઝર મૅક્‍ગર્ક (૫૦ રન) અને અભિષેક પોરેલ (૬૫ રન)ની શાનદાર ઇનિંગ્સની મદદથી ૮ વિકેટે ૨૨૧ રન કર્યા હતા જેની સામે રાજસ્થાનની ટીમ સંજુ સૅમસનની ૮૬ રનની ઇનિંગ્સ છતાં ૮ વિકેટે ૨૦૧ રન કરી શકી હતી. જોરદાર પ્રદર્શન કરી રહેલી રાજસ્થાન રૉયલ્સની આ સતત બીજી અને સીઝનની ત્રીજી હાર હતી. 

૧૨ પૉઇન્ટ મેળવીને કૅપ્ટન રિષભ પંતે પ્લેઑફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. હવે પછીની બન્ને મૅચ જીતીને આ ટીમ પ્લેઑફ કટઑફના ૧૬ પૉઇન્ટ મેળવી લેશે, જ્યારે ૧૬ પૉઇન્ટ મેળવીને પણ રાજસ્થાનની ટીમ પ્લેઑફમાં ક્વૉલિફાય થવાથી માત્ર ૧ જીત દૂર રહી છે. એક મૅચમાં બન્ને ટીમે ૨૦૦ પ્લસનો સ્કોર કર્યો હોય એવી આ સીઝનની ૧૩મી ઘટના છે. આ સાથે જ ૨૦૨૩નો ૧૨ વખતનો રેકૉર્ડ પણ આ સીઝનમાં તૂટ્યો છે. 



બાવીસ વર્ષના ઑસ્ટ્રેલિયન બૅટર જેક ફ્રેઝર મૅક્‍ગર્કે દિલ્હી માટે ઓપનિંગ કરીને ૭ ચોગ્ગા અને ૩ સિક્સર ફટકારીને ૨૦ બૉલમાં ૫૦ રન કર્યા હતા. ૧૫ બૉલમાં વર્તમાન સીઝનની ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારનાર મૅક્‍ગર્કે ત્રીજી વખત ૨૦થી ઓછા બૉલમાં ફિફટી પૂરી કરી હતી. આ પહેલાં તેણે મુંબઈ અને હૈદરાબાદ સામે ૧૫ બૉલમાં ફિફ્ટી પૂરી કરી હતી. તે IPL ઇતિહાસમાં ૩ વખત ૨૦થી ઓછા બૉલમાં ફિફ્ટી ફટકારનાર પ્રથમ બૅટર બન્યો છે. રસપ્રદ વાત એ છે કે તેણે આ ત્રણેય ફિફ્ટી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં જ ફટકારી છે. 


૨૦૦ IPL વિકેટ લેનાર પ્રથમ બોલર બનનાર યુઝવેન્દ્ર ચહલે આ મૅચમાં દિલ્હીના કૅપ્ટન રિષભ પંત (૧૫ રન)ની વિકેટ લઈને ઇતિહાસ રચ્યો હતો. ૩૩ વર્ષનો ચહલ T20 ક્રિકેટમાં ૩૫૦ વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો છે. તેણે ૩૦૧મી T20માં આ સિદ્ધિ મેળવી છે. આ લિસ્ટમાં પીયૂષ ચાવલા ૩૧૦ વિકેટ સાથે બીજા ક્રમે છે. ૬૨૫ વિકેટ સાથે વેસ્ટ ઇન્ડીઝનો ડ્વેઇન બ્રાવો સૌથી વધુ T20 વિકેટ લેનાર બોલર છે. ૩૫૦ T20 વિકેટ લેનાર યુઝવેન્દ્ર ચહલ દુનિયાનો ૧૧મો બોલર બન્યો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 06:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK