મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સની કમાન ઋતુરાજ ગાયકવાડને આપીને સૌને ચોંકાવી દીધા હતા
ધોની અને ગાયકવાડ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ની શરૂઆતમાં ૪૨ વર્ષના મહેન્દ્ર સિંહ ધોનીએ ચેન્નઈ સુપર કિંગ્સની કમાન ૨૭ વર્ષના ઋતુરાજ ગાયકવાડને આપીને સૌને ચોંકાવી દીધા હતા. એક ઇન્ટરવ્યુમાં ગાયકવાડે કહ્યું હતું કે ‘મને જવાબદારી ગમે છે. એક કૅપ્ટન તરીકે મારે બૅટિંગ અને કૅપ્ટન્સી વચ્ચે બૅલૅન્સ્ડ અપ્રોચ અપનાવવો પડ્યો હતો. ન્યુટ્રલ રહેવું અને અતિઉત્સાહી નહીં થવું એ હું ધોનીભાઈ પાસે શીખ્યો. તમે લીડર બનવાની યોજના નહીં બનાવી શકો, એના માટે તમારે ટીમના સારા ખેલાડી બનવું પડે છે.’

