Jasprit Bumrah`s Cryptic Instagram Story: ભારતીય ટીમના ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શૅર કરી છે. તેમાં લખેલા મેસેજને હાર્દિક પંડ્યા સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.
જસપ્રીત બુમરાહ અને તેણે કરેલી ઈન્સ્ટાગ્રામ પોસ્ટનો કૉલાજ
Jasprit Bumrah`s Cryptic Instagram Story: ભારતીય ટીમના ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શૅર કરી છે. તેમાં લખેલા મેસેજને હાર્દિક પંડ્યા સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ મુંબઈ ઈન્ડિયન્સે હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઈટન્સમાંથી ટ્રેડ કર્યો હતો.
એક તરફ જ્યાં હાર્દિક પંડ્યા આઈપીએલ 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાવાને કમિંગ હોમ જણાવીને ખુશ છે તો બીજી તરફ જસપીરત બુમરાહની આ પોસ્ટ વાયરલ થઈ રહી છે. ટીમના ફાસ્ટ બૉલરે ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરી છે, જે ચાહકોના મનમાં અનેક પ્રશ્નો નીપજાવી રહી છે. દરેકના સવાલનો જવાબ જઈને બુમરાહ પર અટકતો જોવા મળે છે.
ADVERTISEMENT
Jasprit Bumrah`s Cryptic Instagram Story: હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા સાઈન કર્યાના કેટલાક દિવસ પછી બુમરાહે ઈન્સ્ટાગ્રામ પર એક ક્રિપ્ટિક મેસેજ પોસ્ટ કર્યો છે. તેના કૅપ્શનમાં લખ્યું છે- મૌન ક્યારેક સૌથી સારો જવાબ હોય છે. બુમરાહ દ્વારા પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર આ પોસ્ટ કર્યા બાદ ચાહકો અટકળો લગાડવા માંડ્યા છે. કેટલાક ચાહકોનું માનવું છે કે બુમરાહની પણ કેપ્ટનશિપના મહત્વાકાંક્ષા હતી અને આથી તે થોડો નિરાશ છે.
Jasprit Bumrah`s Cryptic Instagram Story: માનવામાં આવી રહ્યું છે કે રોહિત શર્મા હાલ ફ્રેન્ચાઈઝીનો કૅપ્ટન છે અને આગામી સમયમાં હાર્દિક પંડ્યા તેની જગ્યા લઈ શકે છે. હાર્દિકની કૅપ્ટનશિપમાં ગુજરાત ટાઈટન્સે એક સીઝનનો ખિતાબ જીત્યો હતો, જ્યારે છેલ્લી સીઝનમાં તેની ટીમ રનરઅપ હતી. આઈપીએલ 2024 માટે થનારા ઑક્શન પહેલા હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સે કૅશ ડીલમાં ગુજરાત ટાઈટન્સ સામે ટ્રેડ કર્યો. આ દરેક માટે ચોંકાવનારું રહ્યું, કારણકે હાર્દિક તે ટીમનો કૅપ્ટન હતો.
Jasprit Bumrah`s Cryptic Instagram Story: હવે દરેકનું માનવું છે કે હાર્દિક મુંબઈમાં કૅપ્ટન બની શકે છે, જ્યારે રોહિત પછી જસપ્રીત બુમરાહ ટીમના આગામી કૅપ્ટન તરીકે જોવા મળી શકે તેમ હતો. એવામાં ચાહકોનું માનવું છે કે તે હાર્દિકને કારણે કૅપ્ટન નહીં બની શકે. બીજી તરફ, રિપૉર્ટ્સ છે કે બુમરાહે ઈન્સ્ટાગ્રામ પર પોતાની આઈપીએલ ફ્રેન્ચાઈઝીને અનફૉલો કરી દીધું છે. જો કે, તે ભારતીય ટીમમાં પોતાના સાથી હાર્દિક પંડ્યા અને રોહિત શર્માને ફૉલો કરે છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૨૪ની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) માટેના ખેલાડીઓને રિટેન કરવા તેમ જ રિલીઝ કરવા માટેની ગઈ કાલની ડેડલાઇન પહેલાં સૌથી વધુ ચર્ચા હાર્દિક પંડ્યાના નામે થતી હતી, પરંતુ ગઈ કાલે ગુજરાત ટાઇટન્સ (જીટી)એ તેને રિટેન કર્યો હોવાની જાહેરાત થતાં જ તેના પરની ચર્ચા શમી ગઈ હતી. જોકે થોડી વારમાં જ એવા અહેવાલ આવ્યા કે હાર્દિકને હજી પણ જીટી છોડીને મુંબઈ ઇન્ડિયન્સ (એમઆઇ)માં પાછા આવવા મળી શકે એમ છે. જોકે મોડી રાતે નવો રિપોર્ટ આવ્યો હતો કે હાર્દિક ઑલ કૅશ ડીલ ટ્રેડ ઑફમાં જીટીમાંથી એમઆઇમાં (અંદાજે ૧૫ કરોડ-પ્લસ રૂપિયામાં) પાછો આવી ગયો છે. ટ્રેડિંગ વિન્ડો ૧૬ દિવસ સુધી (૧૨ ડિસેમ્બર સુધી) ખુલ્લી રહેવાની હોવાથી હજી ઘણા ફેરફારો જોવા મળી શકે.
થોડા દિવસથી ચર્ચા હતી કે હાર્દિકને એમઆઇ ૧૫ કરોડથી વધુ રૂપિયામાં પાછો મેળવી રહ્યું છે એ ઉપરાંત ગુજરાતને મુંબઈ જે ટ્રાન્સફર ફી ચૂકવશે એની ૫૦ ટકા રકમ પણ હાર્દિકને મળશે. જોકે ગઈ કાલે ડેડલાઇન પહેલાં જીટીના ફ્રૅન્ચાઇઝીએ હાર્દિકને પોતાની ટીમના કૅપ્ટનપદે જાળવી રાખ્યો હોવાની જાહેરાત કરી એ સાથે હાર્દિક પરની ચર્ચા ઘણી ઘટી ગઈ હતી. ૧૯ ડિસેમ્બરે દુબઈમાં હરાજી યોજાવાની છે.


