Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > બૅન્ગલોર અને ગુજરાતે પ્લેઑફની આશા જીવંત રાખવા જીતવું જરૂરી

બૅન્ગલોર અને ગુજરાતે પ્લેઑફની આશા જીવંત રાખવા જીતવું જરૂરી

04 May, 2024 09:32 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સીઝનની પ્રથમ ટક્કરમાં ગિલસેનાનો ૯ વિકેટે પરાજય થયો હતો: અમદાવાદમાં કમાલની સેન્ચુરી ફટકારનાર વિલ જૅક્સ પર હશે નજર

ઇન્ડિયન પ્રીમિયર લીગ

ઇન્ડિયન પ્રીમિયર લીગ


ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૭મી સીઝનમાં આજે બૅન્ગલોરમાં બે સ્ટ્રગલર ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે ટક્કર જામવાની છે. બૅન્ગલોર ૧૦માંથી ૭ હાર સાથે પૉઇન્ટ્સ-ટેબલમાં છેલ્લા ૧૦માં નંબરે છે અને ગુજરાત ૧૦માંથી ૬ હાર સાથે આઠમાં ક્રમાંકે સંઘર્ષ કરી રહી છે. આમ તો બન્ને ઑલમોસ્ટ પ્લેઑફની રેસમાંથી આઉટ થઈ ગઈ હોવાનું મનાઈ રહ્યું છે, પણ દિલ્હી અને ચેન્નઈની હારને લીધે બન્ને ટીમને થોડુંક જીવતદાન મળ્યું છે અને તળિયેથી મિડલમાં અને ત્યાંથી ટૉપ-ફોરમાં પ્રવેશ કરવાની આશા જાગી છે. જોકે એ માટે બન્નેએ બાકીની બધી જ મૅચમાં શાનદાર જીત મેળવવી જરૂરી છે. વધુ એકાદ હાર બન્નેનો ખેલ ખતમ કરી દેશે. આથી આજે બન્ને ટીમ વચ્ચે જબરી ટક્કર જોવા મળી શકે છે.

જૅક્સ પર હશે ફોકસ
બન્ને ટીમ વચ્ચે ગયા રવિવારે અમદાવાદમાં જામેલી ટક્કરમાં બૅન્ગલોરની નવ વિકેટથી જીત કરતાં ઇંગ્લૅન્ડના ૨૫ વર્ષના વિલ જૅક્સની સેન્ચુરીની વધારે ચર્ચા થઈ હતી. જૅક્સ વન-ડાઉનમાં રમવા આવ્યા બાદ ૩૧ બૉલમાં હાફ-સેન્ચુરી પૂરી કર્યા બાદ માત્ર ૬ મિનિટ અને ૧૦ બૉલમાં બીજા ૫૦ રન ફટકારીને IPL કરીઅરની પહેલી સેન્ચુરી ફટકારીને બધાને ચોંકાવી દીધા હતા. વિરાટની હાફ-સેન્ચુરી થઈ ત્યારે જૅક્સ ૧૬ બૉલમાં ૧૬ રન સાથે રમી રહ્યો હતો ત્યારે વિરાટની સેન્ચુરીની રાહ જોવાઈ રહી હતી, પણ જૅક્સે ત્યાર બાદ રમતનું ગિયર ચેન્જ કરીને કોહલી પહેલાં સેન્ચુરી ફટકારી દીધી હતી. હવે એ યાદગાર ઇનિંગ્સ બાદ આજે છ દિવસે એ ફરી મેદાનમાં ઊતરવાનો અને એ પણ ફરી ગુજરાત સામે જ એટલે બધાની નજર તેના પર જ હશે.  
જૅક્સ ઉપરાંત વિરાટ કોહલી અને રજત પાટીદારને કાબૂમાં રાખવા માટે પણ ગુજરાતના બોલરોએ કમર કસવી પડશે. ગ્લેન મૅક્સવેલ અને ફાફ ડુ પ્લેસી હજી સુધી તેનો ઓરિજિનલ ટચ મેળવી નથી શક્યા. બૅન્ગલોરને સૌથી મોટી ચિંતા તેમના બોલરોના ફૉર્મની છે. મોહમ્મદ સિરાજ, યશ દયાલ, લૉકી ફર્ગ્યુશન કે કેમરન ગ્રીન કોઈ જ અસરકારક નથી સાબિત થઈ રહ્યું. ગુજરાત વતી શુભમન ગિલ અને સાઈ સુદર્શને જ મોટા ભાગના રન બનાવ્યા છે. બન્નેએ મળીને કુલ ૭૦૦ રન બનાવ્યા છે, જ્યારે વૃદ્ધિમાન સાહા, ડેવિડ મિલર, વિજય શંકર, રાહુલ તેવટિયા કે શાહરુખ ખાન કોઈએ આ સીઝનમાં ૨૦૦ રનનો આંકડો પાર નથી કર્યો.  



હેડ-ટુ-હેડ રેકૉર્ડ
બૅન્ગલોર અને ગુજરાત વચ્ચે કુલ ૪ ટક્કર જામી છે અને બન્ને બે-બે જીત સાથે બરાબરીમાં છે. બન્ને વચ્ચેની ટક્કરમાં એક વાર ગુજરાત તો બીજી વાર બૅન્ગલોર એમ જીતનો સિલસિલો ચાલતો આવ્યો છે. ૨૦૨૨માં બન્ને વચ્ચેની પ્રથમ ટક્કરમાં ગુજરાતે વિજય મેળવ્યો હતો અને ત્યાર બાદની ટક્કરમાં બૅન્ગલોરે વળતો પ્રહાર કરતાં જીત મેળવી હતી. ૨૦૨૩માં એક માત્ર ટક્કરમાં ફરી ગુજરાત જીત્યું હતું, જ્યારે આ સીઝનની પ્રથમ ટક્કરમાં બૅન્ગલોરે ૯ વિકેટથી શાનદાર જીત મેળવી હતી. આ ચારેય મૅચમાં ચેઝ કરનાર ટીમનો જ વિજય થયો છે.


એમ. ચિન્નાસ્વામી મેદાન પર બન્નેની આ બીજી જ ટક્કર છે. ગયા વર્ષે આ મેદાનમાં બન્ને વચ્ચેની પ્રથમ ટક્કરમાં ગુજરાતનો ૬ વિકેટથી વિજય થયો હતો. એ મૅચમાં પ્રથમ ઇનિંગ્સમાં વિરાટે સેન્ચુરી ફટકારી હતી, પણ બીજી ઇનિંગ્સમાં શુભમન ગિલે શાનદાર સેન્ચુરી ફટકારીને એને ઝાંખી પાડી દીધી હતી.

આજ પછી કોની સામે ટક્કર?
ગુજરાત ઃ ૧૦મી મે ચેન્નઈ સામે, ૧૩મી મે કલકત્તા સામે અને ૧૬મી મે હૈદરાબાદ સામે.
બૅન્ગલોર ઃ નવમી મે પંજાબ સામે, ૧૨મી મે દિલ્હી સામે અને ૧૮મી મે ચેન્નઈ સામે.


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2024 09:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK