Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2024: દિલ્હીના કૅપ્ટને ચેન્નઈ સામેની મેચમાં કરી આ મોટી ભૂલ

IPL 2024: દિલ્હીના કૅપ્ટને ચેન્નઈ સામેની મેચમાં કરી આ મોટી ભૂલ

Published : 01 April, 2024 12:15 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

IPL 2024: CSK vs DC, Match 13 - ચેન્નઈ સુપર કિંગ્સ સામેની મેચમાં દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન રિષભ પંતે કરી ભૂલ, હવે ચુકવવા પડશે ૧૨ લાખ રુપિયા

રિષભ પંતની ફાઇલ તસવીર

રિષભ પંતની ફાઇલ તસવીર


ઇન્ડિયન પ્રિમિયર લીગ – આઇપીએલ (Indian Premiere League - IPL)ની આ વર્ષની ધમાકેદાર સિઝન (IPL 2024) ચાલી રહી છે. જેમાં ગઈ કાલે ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings - CSK) અને દિલ્હી કૅપિટલ્સ (Delhi Capitals) વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો. આ મેચમાં દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન રિષભ પંત (Rishabh Pant)ને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટનને રવિવારે IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. દિલ્હીએ વિશાખાપટ્ટનમ (Visakhapatnam)માં IPL 2024ની તેની પ્રથમ જીત નોંધાવી, પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સ સામેની એક ભૂલ તેને મોંઘી પડી છે.


ગઈકાલની મેચમાં દિલ્હી કૅપિટલ્સે ચેન્નઈ સુપર કિંગ્સ સામે ધીમો ઓવર રેટ રાખ્યો હતો, જેના કારણે દિલ્હીના કૅપ્ટન રિષભ પંતને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.



રિષભ પંત વર્તમાન IPLમાં બીજો એવો કેપ્ટન બન્યો છે, જેને IPLની આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. દિલ્હીની ટીમ તેની ૨૦ ઓવર નિર્ધારિત સમયમાં પૂરી કરવામાં નિષ્ફળ રહી હતી. IPLએ એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું કે, દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન રિષભ પંતને ધીમી ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો છે. IPL 2024ની સિઝનમાં IPLની આચાર સંહિતા હેઠળ તેની ટીમનો આ પહેલો ગુનો હોવાથી રિષભ પંતને તેના માટે ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.


તમને જણાવી દઈએ કે, આ પહેલા ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans)ના કૅપ્ટન શુભમન ગિલ (Shubman Gill)ને ચેન્નઈ સુપર કિંગ્સની સામેની મેચમાં સ્લો ઓવર રેટ માટે દંડ ફટકારવામાં આવ્યો હતો. વર્તમાન સિઝનમાં આ દંડ ભોગવનાર ગિલ પહેલો કૅપ્ટન હતો. ત્યારબાદ રિષભ પંત બીજો કૅપ્ટન છે જેને સ્લો ઓવર રેટનો દંડ ફટકારવામાં આવ્યો છે.

IPL 2024 ની ૧૩મી મેચ રવિવારે વિશાખાપટ્ટનમમાં દિલ્હી કૅપિટલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં બંને ટીમો વચ્ચે અનોખું જોડાણ થયું હતું. દિલ્હી કૅપિટલ્સે ટુર્નામેન્ટમાં તેમની પ્રથમ જીત નોંધાવી હતી જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સે તેમની પ્રથમ હારનો સામનો કરવો પડ્યો હતો.


દિલ્હી કૅપિટલ્સે આ સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સને ૨૦ રને હરાવીને પોતાનું જીતનું ખાતું ખોલ્યું હતું. ડેવિડ વોર્નર (David Warner)એ ૫૨ રન અને પૃથ્વી શો (Prithvi Shaw)એ ૪૩ રન વચ્ચે પ્રથમ વિકેટ માટે ૯૩રનની ભાગીદારી બાદ છેલ્લી બે મેચ હારી ચૂકેલી દિલ્હી કેપિટલ્સે પંતની અડધી સદીની મદદથી પાંચ વિકેટે ૧૯૧ રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતી વખતે, CSKને ઝડપી બોલર ખલીલ અહેમદ (Khalil Ahmed)એ ૨૧ રનમાં બે વિકેટ દ્વારા પ્રારંભિક ફટકો આપવામાં આવ્યો હતો જેમાંથી ટીમ રિકવર નહોતી કરી શકી નોહતી અને છ વિકેટે ૧૭૧ રન જ બનાવી શકી હતી. આ સીઝનમાં ત્રણ મેચમાં CSKની આ પ્રથમ હાર છે.

Whatsapp-channel Whatsapp-channel

01 April, 2024 12:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK