ચેન્નઈ સુપર કિંગ્સના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ગુરુવારે જયપુરમાં રાજસ્થાન રૉયલ્સ સામેના પરાજય પછી કહ્યું કે ‘અમે પહેલી ૬ ઓવરમાં જ હારી ગયા હતા, કારણ કે અમે તેમને એ ઓવરમાં બહુ રન આપી દીધા હતા.’
એમએસ ધોની
ચેન્નઈ સુપર કિંગ્સના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ગુરુવારે જયપુરમાં રાજસ્થાન રૉયલ્સ સામેના પરાજય પછી કહ્યું કે ‘અમે પહેલી ૬ ઓવરમાં જ હારી ગયા હતા, કારણ કે અમે તેમને એ ઓવરમાં બહુ રન આપી દીધા હતા.’
રાજસ્થાને બૅટિંગ પસંદ કરી હતી અને જબરદસ્ત શરૂઆત કરી હતી. યશસ્વી જયસ્વાલ (૪૩ બૉલમાં ૭૭) અને જૉસ બટલર (૨૧ બૉલમાં ૨૭) વચ્ચે ૮.૨ ઓવરમાં ૮૬ રનની ભાગીદારી થઈ હતી, જેમાંથી ૬૪ રન પહેલી ૬ ઓવરમાં બન્યા હતા. ધ્રુવ જુરેલ (૩૪ રન, ૧૫ બૉલ, બે સિક્સર, ત્રણ ફોર)નું પણ રાજસ્થાને પાંચ વિકેટે બનાવેલા ૨૦૨ રનમાં મહત્ત્વનું યોગદાન હતું. ચેન્નઈની ટીમ ૨૦૩ રનના લક્ષ્યાંક સામે શિવમ દુબે (બાવન રન, ૩૩ બૉલ, ચાર સિક્સર, બે ફોર) અને ઋતુરાજ ગાયકવાડ (૪૭ રન, ૨૯ બૉલ, એક સિક્સર, પાંચ ફોર)ની આક્રમક ઇનિંગ્સ તેમ જ મોઇન અલી (૨૩ રન, ૧૨ બૉલ, બે સિક્સર, બે ફોર) અને રવીન્દ્ર જાડેજા (૨૩ અણનમ, ૧૫ બૉલ, ત્રણ ફોર)નાં સાધારણ યોગદાન છતાં ૬ વિકેટે ૧૭૦ રન બનાવી શકતાં ચેન્નઈનો ૩૨ રનથી પરાજય થયો હતો.
ધોનીએ વધુમાં જણાવ્યું કે ‘અમારા બોલર્સે મિડલમાં સારી બોલિંગ કરી હતી, પરંતુ પાંચ-છ વાર એજ લાગતાં બૉલ બાઉન્ડરી લાઇનની બહાર ગયો હતો એટલે એને લીધે પણ તેમનો સ્કોર ૨૦૦ના આંકડા સુધી જઈ શક્યો હતો. પિચ બૅટિંગ માટે સારી હતી, પણ અમે સારું સ્ટાર્ટ નહોતું કરી શક્યા.’
યશસ્વી જયસ્વાલ પર ધોની સહિત અનેક આફરીન
ADVERTISEMENT
રાજસ્થાન રૉયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલ (૭૭ રન, ૪૩ બૉલ, ચાર સિક્સર, આઠ ફોર)નાં ચેન્નઈના સુકાની ધોની તેમ જ બીજા ક્રિકેટર્સે ખૂબ વખાણ કર્યાં હતાં. તેણે કહ્યું કે ‘યશસ્વી ખરેખર ખૂબ સારું રમ્યો. અમારા બોલર્સ સામે સમજદારીથી જોખમ ઉઠાવીને રન બનાવવા જરૂરી હતા અને તેણે એવું જ કર્યું. રાજસ્થાનની ઇનિંગ્સમાં છેલ્લે (૧૫ બૉલમાં ૩૪ રન બનાવનાર) ધ્રુવ જુરેલ પણ સારું રમ્યો હતો.’
ચેન્નઈના ભૂતપૂર્વ બૅટર
સુરેશ રૈનાએ જિયોસિનેમાને કહ્યું કે ‘યશસ્વી જયસ્વાલ સુપરસ્ટાર છે અને ભવિષ્યમાં તે દેશને મોટું ગૌરવ અપાવશે.’
રાજસ્થાનના કૅપ્ટન સંજુ સૅમસને યશસ્વીના પર્ફોર્મન્સથી ખુશ થઈને કહ્યું કે ‘જયસ્વાલ જેવા યુવાનોને ટીમ
મૅનેજમેન્ટે જે રીતે ઘડ્યા છે
એ માટે દાદ દેવી પડે. યશસ્વીના આ પર્ફોર્મન્સનો
જશ ટીમ મૅનેજમેન્ટને ફાળે જાય છે.’


