મહત્ત્વની ગણાતી મૅચમાં લખનઉ સુપર જાયન્ટ્સની શરૂઆત બહુ ખરાબ રહી હતી

નિકોલસ પૂરન
ઈડન ગાર્ડન્સના મેદાનમાં પ્લે-ઑફમાં પ્રવેશ માટે મહત્ત્વની ગણાતી મૅચમાં લખનઉ સુપર જાયન્ટ્સની શરૂઆત બહુ ખરાબ રહી હતી. એક તબક્કે એણે ૭૩ રનની અંદર મહત્ત્વની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ નિકોલસ પૂરને ૩૦ બૉલમાં ૫૮ રન કરવાની સાથે આયુશ બદોની (૨૫ રન) સાથે છઠ્ઠી વિકેટ માટે ૭૪ રનની પાર્ટનરશિપ કરીને ટીમને મુશ્કેલીમાંથી ઉગારી હતી, જેને કારણે ટીમ ૮ વિકેટે પ્રમાણમાં પડકારજનક કહી શકાય એવો સ્કોર કરવામાં સફળ રહી હતી. લખનઉના ફૉર્મમાં રહેલા બૅટર્સ માર્કસ સ્ટૉઇનિસ (ઝીરો) અને કૃણાલ પંડ્યા (૯ રન) સસ્તામાં આઉટ થઈ ગયા હતા. કલકત્તા નાઇટ રાઇડર્સ તરફથી સુનીલ નારાયણ (૨૮ રનમાં બે વિકેટ) અને વરુણ ચક્રવર્તી (૩૮ રનમાં ૧ વિકેટ)એ અનુક્રમે ૧૦મી અને ૧૧મી ઓવરમાં કૃણાલ અને ક્વિન્ટન ડિકૉકને આઉટ કરતાં ટીમમાં ઉત્સાહનું વાતાવરણ હતું, પરંતુ પૂરને વળતું આક્રમણ કરીને બાજી થોડી સંભાળી લીધી હતી.
આઇપીએલ-૨૦૨૩માં કઈ ટીમ કેટલા પાણીમાં? |
||||||
નંબર |
ટીમ |
મૅચ |
જીત |
હાર |
પૉઇન્ટ |
રનરેટ |
૧ |
ગુજરાત |
૧૩ |
૯ |
૪ |
૧૮ |
+૦.૮૩૫ |
૨ |
ચેન્નઈ |
૧૪ |
૮ |
૫ |
૧૭ |
+૦.૬૫૨ |
૩ |
લખનઉ |
૧૩ |
૭ |
૫ |
૧૫ |
+૦.૩૦૪ |
૪ |
બૅન્ગલોર |
૧૩ |
૭ |
૬ |
૧૪ |
+૦.૧૮૦ |
૫ |
રાજસ્થાન |
૧૪ |
૭ |
૭ |
૧૪ |
-૦.૧૪૮ |
૬ |
મુંબઈ |
૧૩ |
૭ |
૬ |
૧૪ |
-૦.૧૨૮ |
૭ |
કલકત્તા |
૧૩ |
૬ |
૭ |
૧૨ |
-૦.૨૫૬ |
૮ |
પંજાબ |
૧૪ |
૬ |
૮ |
૧૨ |
-૦.૩૦૪ |
૯ |
દિલ્હી |
૧૪ |
૫ |
૯ |
૧૦ |
-૦.૮૦૮ |
૧૦ |
હૈદરાબાદ |
૧૩ |
૪ |
૯ |
૮ |
-૦.૫૫૮ |
નોંધ : તમામ આંકડા ગઈ કાલની કલકત્તા-લખનઉ મૅચ પહેલાંના છે. |